મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ


SHARE











મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ

મોરબી જિલ્લાના હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા આજે માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે અને યાર્ડમાં હરાજી સહિતની કામગીરી સદંતર બંધ રાખવામાં આવેલ છે અને વેપારીઓ દ્વારા જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે તેમજ સાંજે વેપારીઓ દ્વારા હળવદ થી લઈને જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના જેતપર ગામે છેલ્લા 14 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન આજે 14 માં દિવસે મોરબી જિલ્લાના હળવદમાં આવેલ માર્કેટ યાર્ડને વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું છે અને યાર્ડમાં હરરાજી સહિત તમામ કામકાજ બંધ રાખીને હળવદ યાર્ડના તમામ વેપારીઓ દ્વારા જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને ખેડૂતો દ્વારા તેઓના ખેતરની અંદર જે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા થાય છે તેની સામે તેઓને પૂરતું વળતર આપવામાં આવે તેવી જે માંગ કરવામાં આવી રહી છે તે માંગ વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા દરમિયાનગીરી કરીને પૂર્ણ કરવામાં આવે તેવી લાગણી હળવદ યાર્ડના વેપારીઓએ વ્યક્ત કરી છે આટલું જ નહીં પરંતુ આજે સાંજે હળવદ માર્કેટયાર્ડ ખાતેથી વેપારીઓ દ્વારા કાર, બાઇક અને ટ્રેક્ટર સાથે જેતપર ગામે આવેલ ખેડૂતોની ઉપવાસિ છાવણી સુધીની એક  રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વેપારીઓ, ખેડૂતો સહિતના લોકો જોડાશે આટલું જ નહીં પરંતુ હવે જો ખેડૂતોના આંદોલનનો નજીકના દિવસોમાં અંત નહીં આવે તો આગામી સમયમાં હળવદ યાર્ડને આંદોલન ન સમેટાઈ ત્યાં સુધી બંધ રાખવા માટેની પણ તૈયારી હળવદ યાર્ડના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News