સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો


SHARE





મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો

મોરબી-હળવદ હાઈવે ઉપરના નીચી માંડલ ગામે રહેતા પરીવારની યુવતીનો પીછો કરી છેડતી કરવામાં આવતા ફરીયાદ નોંધાવા પામેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનેલ યુવતીએ તાલુકા પોલીસ મથક ખાતે રવિ છગનભાઈ સોલંકી રહે. નીચી માંડલ તા.જી. મોરબી સામે ફરીયાદ નોંધાવેલ છે તેમાં જણાવ્યા પ્રમાણે અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખીને તેણીનો પીછો કરીને છેડતી કરી પજવણી કરવામાં આવતી હતી. હાલ સ્ટાફના નંદરામભાઈ મેસવાણીયાએ તપાસ હાથ ધરેલ છે.


મારામારીમાં ઈજા
 મોરબી વેજીટેબલ રોડ ઉપરના ધરમપુર ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા કંચનબેન પ્રવિણભાઈ દેગામા (45) સોનાબેન શિવાભાઈ દેગામા (80)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

જયારે સામેના પક્ષેથી મુકેશભાઈ બચુભાઈ દેગામા (38) રહે.લાભનગર પાસે મોરબી-2ને ઘરે મારામારીમાં ઈજા થતા 108 વડે સારવારમાં સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ આ મારામારીના બનાવમાં પ્રવિણભાઈ જીવાભાઈ દેગામા (50) રહે. લાભનગર પાસે ધરમપુર રોડને ઈજાઓ થતા તેઓને પણ સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા. બાઈક અથડાતા ઝઘડો થયો હતો.


યુવાન સારવારમાં
 મોરબી-2 વેજીટેબલ રોડ ઉપરના ભીમસર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા લાલજીભાઈ મનુભાઈ વરાણીયા (32) રહે. ઈન્દીરાનગર માળીયા ફાટક પાસે મોરબી-2ને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તેમજ મોરબી વેજીટેબલ રોડ નદીના કાંઠે પિતાને ઘરે થયેલ મારામારીમાં ઈજા થતા સોનલબેન લાલજીભાઈ વરાણીયા (30) રહે. ઈન્દીરાનગર મોરબી-2ને પણ સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. લાલજીભાઈ અને સોનલબેન બંને સોનલબેનના ઘરે ગયેલ ત્યારે બોલાચાલીમાં લાલજીભાઈના સાળા ભરતે ધોકા વડે માર માર્યો હતો.


યુવતી સારવારમાં
 મોરબી રવાપર રોડ કાલીકા પ્લોટમાં રહેતા શબાનાબેન શબ્બીરભાઈ ચાનીયા (34) રહેણાંક વિસ્તાર પાસેના આંગણવાડી નજીકથી એકટીવા લઈને જતા હતા ત્યારે વાહન સ્લીપ થતા ઈજા પામ્યા હોય સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે શહેરના ગાંધીચોક નજીક થયેલ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈ ગોકળભાઈ રબારી (45) રહે. કાલીકા પ્લોટને પણ સિવિલે ખસેડાયા હતા.તેમજ મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર જયેશભાઈ જયંતિભાઈ અગ્રાવત (26) રહે. બાપા સીતારામ મઢુલી પાસે વાવડી રોડ મોરબી અને અર્જુન ખેંગારભાઈ સરવૈયા (20) રહે. બગથળા તા.જી. મોરબીને ઈજાઓ થતા દવાખાને સારવારમાં લઈ જવાયા હતા.




Latest News