મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું મોરબીમાં બેંકની લોન ભરપાઈ કરનારા ગ્રાહકના મકાનો દસ્તાવેજ બેંકે ખોઈ નાખ્યો !, ગ્રાહક કોર્ટે આપ્યો મહાવપૂર્ણ ચુકાદો મોરબી શહેરમાં NAKSHA પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લેન્ડ રેકોર્ડ આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પહેલ મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું


SHARE







મોરબી મહાપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં મૃત ગૌ વંશોને ફેંકવા મામલે મેયરને જાહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ તતડવી નાખ્યા: એક કર્મચારીને તાત્કાલિક પાણીચું

 મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારમાં રજડતા ઢોર મૃત્યુ પામે તો તેનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે જો કે, મોરબીના જુદાજુદા વિસ્તારમાં મૃત્યુ પામેલા ગૌ વંશોનો યોગ્ય નિકાલ કરવાના બદલે લાલપર ગામ પાસે આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર જાહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા જેની જાણ હિન્દુ સંગઠનના આગેવાનોને થઈ હતી જેથી તેઓ ત્યાં પહોચ્યા હતા ત્યાર બાદ મહાપાલિકાના અધિકારી અને પદાધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારે હિન્દુ સંગઠનના આગેવાનોએ મેયર સહિતના પદાધિકારીઓને ઘાઘલવી નાખ્યા હતા અને ત્યાર બાદ સાંજે સબંધિત વિભાગના હંગામી કર્મચારીને તાત્કાલિક અસરથી મહાપાલિકામાંથી છૂટો કરી દેવામાં આવેલ હતો અને મૃત ગૌ વંશોનો યોગ્ય રીતે નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં નંદીઓના મૃત્યુ થયા હતા તેને ધ્યાને રાખીને તાજેતરમાં મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં નંદીઘરની વર્તમાન એજન્સીનો કોન્ટ્રાકટ રદ કર્યો છે અને તેવામાં  મોરબીના લાલપર ગામ પાસે આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર મૃત હાલતમાં ગૌ વંશોને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા જેની જાણ હિન્દુ સંગઠનના આગેવાનોને થતાં કમલભાઇ દવે, ભવિનભાઇ ભટ્ટ સહિતના ત્યાં પહોચ્યા હતા ત્યાર બાદ મહાપાલિકાના મેયર ઉતમ સુરાણી સહિતના પદાધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના અધિકારીઓએ ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે ગૌવંશના મૃતદેહોને દફનાવવાના બદલે જાહેરમાં કચરાની સાથે ફેંકી દેવામાં આવેલ હતા જેથી ત્યાં દુર્ગંધ આવતી હોય સ્થળ ઉપર આવેલા પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના નાક પાસે રૂમાલ રાખીને હિન્દુ સંગઠનના આગેવાનો સાથે વાત કરી રહ્યા હતા. જેથી વિશ્વ હિંદુ પરિષદ અગ્રણી કમલભાઈ દવે સહિતના આગેવાનોએ મેયર સહિતનાઓને તતડાવી નાખ્યા હતા અને હિંદુત્વના નામે મત લઈને મહાપાલિકા 52 ને 52 બેઠક ભાજપને આવેલ છે અને તેના માટે ભાજપે મહેનત નથી કરી તેટલી મહેનત સંઘ પરિવારે કરી છે તેવું પણ હોય સ્થળ ઉપર આવેલા મેયર સહિતના પદાધિકારીઓને મોઢા મોઢ કહી દેવામાં આવ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને મહાપલિકા દ્વારા તાત્કાલિક અસરથી જવાબદાર હંગામી કર્મચારી ખાંભલા નિમેશભાઈને છૂટા કરવામાં આવેલ છે અને લાલપર પાસે જે મૃત ગૌવંશને આડેધડ ફેંકવામાં આવેલ હતા તેનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા માટેની કાર્યવાહી મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી તેવી માહિતી કમલભાઈ દવે દ્વારા આપવામાં આવી હતી. 






Latest News