માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત
SHARE
માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત
મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પાયક સોલ્ટ નામના કારખાના સામે રોડ ઉપર આગળ જતા ટ્રકની પાછળના ભાગમાં ટ્રક અથડાયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં પાછળથી અથડાયેલ ટ્રકના ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ પાટણ જિલ્લાના ગરમડી ગામના રહેવાસી બળવંતસિંહ ઉમેદસિંહ જાડેજા (59)એ મૃતક ટ્રક ચાલક રીલુપ્રધાન અરબીંદાપ્રધાન (27) રહે. મૂળ ઓડિશા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પાયક સોલ્ટ મીઠાના કારખાના સામેથી તેઓ પોતાનો ટ્રક નંબર જીજે 11 ટીટી 1211 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી તેનો ટ્રક નંબર જીજે 39 ટી 4194 લઈને પાછળના ભાગે આવી રહ્યો હતો અને ફરિયાદીના ટ્રકની પાછળના ભાગમાં આરોપીએ પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં આરોપીને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું આ અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બાઈકની ચોરી
મોરબીના જોધપર નદી ગામે ચબૂતરાની બાજુમાં રહેતા વાસુદેવભાઈ બચુભાઈ રાજપરા (48)એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની જોધપર નદી ગામે સીમ વિસ્તારમાં વાડી આવેલ છે ત્યાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 3 ડીઇ 3869 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનુ બાઇક ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.