મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો


SHARE







મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો

મોરબીમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો અને વેલ્ડિંગ કામની દુકાનમાં કામ કરતો જગદીશ ધીરુભાઈ રેણુકા (ઉંમર વર્ષ 27) ગઈકાલે રાત્રે આઠ વાગ્યાં આસપાસ પોતાની વેલ્ડિંગ કામની દુકાને હતો .

ત્યારે દીલા અને રાજુ નામના શખ્સે છરી - ધોકાથી હુમલો કરતા જગદીશને માથે શરીરે ઈજા થતા પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. જગદીશ 3 ભાઈ અને 2 બહેનમાં નાનો અને કુંવારો છે. સામાવાળા દિલો અને રાજુએ દુકાન સામે જ બાઈક પાર્ક કર્યું હોય, બાઈક ત્યાંથી આગળ લઈ લેવાનું કહેતા બોલાચાલી કરી માર માર્યો હતો. મોરબી બી ડિવિઝન પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂ સાથે પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગરમાં મંગલમ્ વિસ્તારમાં રહેતા સાગર નવઘણભાઈ ખાંભળીયા કોળી નામના ૨૭ વર્ષના યુવાનને સોસાયટીના નાકા પાસે અટકાવ્યો હતો અને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય રૂપિયા 565 ની કિંમતની દારૂની બોટલ જપ્ત કરી હાલ તેની સામે ગુનો નોંધી તે આ બોટલ ક્યાંથી લાવ્યો હતો ? તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.






Latest News