મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ


SHARE





મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ

મોરબી વીસીપરામાં ફુલછાબ કોલોની પાસેથી મદીના સોસાયટીમાં રહેતી સુઝાનબેન અલ્તાફભાઈ કુરેશી સીપાઈ નામની બાવીસ વર્ષીય યુવતી તા.1-7 ના રોજ સાંજે સાતેક વાગ્યે ઘરે કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલી જતા પરીવારે ઘરમેળે શોધખોળ કરી હતી. છતા તેણીનો પતો ન લાગતા તેના પિતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ કુરેશી (52) રહે. મદીના સોસાયટી વીસીપરાએ સીટી બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા સ્ટાફના મુકેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરી તેણીની શોધકોળ શરૂ કરાયેલ છે તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માત
 મોરબી-રાજકોટ હાઈવે ઉપરના મીતાણા-છતર વચ્ચે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા રાકેશ બચુભાઈ ડામોર (30) રહે. જીઆઈડીસી વિસ્તાર શનાળા રોડ મોરબીને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે ટંકારાના લજાઈ ગામે પ્લાસ્ટીકના કારખાનામાં સાપ કરડી જતા સોનાબેન મુકેશભાઈ પારઘી (32) રહે. લજાઈને અહિની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ઈલેકટ્રીક શોટ
 મોરબી મણી મંદિર પાસેના ભરવાડવાસમાં રહેતા પરીવારના દેવાંશ જયેશભાઈ નામના તેર વર્ષના બાળકને ઈલેકટ્રીક શોટ લાગતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના રાણેકપર ગામે થયેલી મારામારીના બનાવમાં ઈજા પામેલ ચંદ્રીકાબેન મુકેશભાઈ બાબરીયા (42) અને જોસનાબેન ઘનશ્યામભાઈ કોળી (47) રહે. બંને રાણેકપર તા.હળવદને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 માળીયા (મીં) પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા છોટેરામ ઉમારામ ચાંખલા (21) રહે. જોધપુર રાજસ્થાને સારવાર માટે અહિની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે હળવદના સાપકડા ગામે મનુભાઈ કુંભારની વાડીએ કપાસમાં છાંટવાની દવા પી જતા રેલીયાબેન મોચડાભાઈ ભીલ (24)ને અહિંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા

 




Latest News