મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ


SHARE





મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે સાનિધ્ય પાર્ક પાસેની ધર્મમંગલ સોસાયટીમાં રહેતા કાર્તિક મનસુખભાઈ કાવર પટેલ (23)એ બી ડીવીઝન પોલીસમાં જાહેર કયુર્ં હતું કે, ગત તા.2-7ના તેમની નાની બહેન ભુમીબેન મનસુખભાઈ કાવર (21) રહે. મહેન્દ્રનગર કે જે કામ સબબ રઘુવીર ફેશન નામની દુકાને ગયેલ બાદ ગામના બસ સ્ટેશન પાસેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થયેલ છે. ઘરમેળે તપાસ કરવા છતા ભુમીબેનનો પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવેલ છે. જે અંગે સ્ટાફના એ.એમ. ઝાપડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.જયારે ટંકારાના રમેશભાઈ પ્રાગજીભાઈ ઘેટીયા (61)ને ટંકારાના અમરાપર રોડ પાજવાડી નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે અત્રેની સિવિલે લવાયા હતા.

ગુમ પરત
 સામાકાંઠે માળીયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાંથી ગત તા.9/6ના રોજ જાસ્મીનબેન મયોદિનભાઈ વાટીયા નામની 20 વર્ષની યુવતી ગુમ થયેલ હતી. જેની પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે જાસ્મીનબેને શકીલખાન જમીયતખાન રીંદ (23) રહે. રાધે પાર્ક સોસાયટી ધ્રોલ જામનગર સાથે લવ મેરેજ કરી લીધા છે. તેઓ ધ્રોલ પાલીસ સ્ટેશને હાજર થયા હતા. અને તેણી પતિ સાથે રહેવા માંગે છે. તેથી બી ડીવીઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડીયાએ આ અંગે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

હુમલાખોર પકડાયો
 ટીંબડી નજીક મારામારી-ફાયરીંગની ઘટના બની હતી. જેમા સામસામે ફરીયાદો નોંધાઈ હતી. અમુક આરોપીઓ પકડાયા હતા. જેમાં ગત તા.1ના રોજ તાલુકા પીઆઈ ઘેટીયા દ્વારા બનાવમાં સંડોવાયેલ સાજીદ ઉર્ફે સાજલો સાઉદીન ઈશાક જેડા (24) રહે. યમુનાનગર નવલખી રોડની ધરપકડ કરી હતી. જયારે રવાપર (નદી) ગામે રહેતા ભરતભાઈ વિઠલભાઈ રાઠવા (30)ને ગુંગણ-કૃષ્ણનગર ખાતે વાહન અકસ્માતમાં ઈજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા
 ગાંધી ચોક ખાતે મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈ ગાંડુભાઈ ભાગડા (40) રહે. કાલીકા પ્લોટને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે માટેલ રોડ સેલોન સિરામીક નજીક રહેતા પરીવારનો યશ પ્રમોદભાઈ નિરાચુર નામનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ડીઝલ પી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં
 હળવદના મુકેશ ગોરધનભાઈ સનુરા (35)ને હળવદ ખાતે મારામારીમાં ઈજા થયેલ હતા. હળવદ પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે ચુંપણી ગામે રહેતા પિઠાભાઈ જીવાભાઈ વાઘેલા (27) નામના યુવાનને પણ મારામારીમાં ઈજા થતા અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારા-લતીપર રોડ ઉપરથી બાઈક લઈને જઈ રહેલા જીકર ગુલમામદ ચૌહાણ (29) રહે. જીઈબી કચેરી પાછળ ટંકારાના બાઈકને અજાણ્યા સ્કોર્પીયો કારના ચાલકે હડફેટે લીધો હતો. જેથી જીકરભાઈને મોરબીની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. #MORBI #મોરબી




Latest News