મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા
SHARE
હકાભા ગઢવી-નિલેશ એરવાડીયાનો 2 કરોડની લેતી દેતીનો ઓડિયો વાયરલ થતાની સાથે જ કાર્યવાહી
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ કરી રાખેલા નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવીનો રૂપિયાની લેતી દેતી બાબતનો એક ઓડિયો વાયરલ થયા બાદ જેતપર ગામે ચાલતા આંદોલનની સમિતિ દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને નિલેશ એરવાડીયા ને હાલમાં આંદોલનમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેઓના વહેલી તકે પારણા કરી દેવામાં આવશે તેવું હાલમાં આંદોલન સમિતિના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે
મોરબીના જેતપર ગામે છેલ્લા 17 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પહેલા જ દિવસથી નિલેશ એરવાડીયા સહિતના 6 વ્યક્તિઓને ત્યારબાદ તેમાં ક્રમશઃ 3 વ્યક્તિઓ જોડાતા કુલ 9 વ્યક્તિઓ દ્વારા હાલમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે અને 17 માં દિવસે નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી ફોન ઉપર વાત કરતા હોય તે પ્રકારનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતોની સમિતિને ગાંધીનગર ખાતે ચર્ચા કરવા માટે લઈ જવા માટે થઈને બે કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય તે પ્રકારની વાત સાંભળવા મળતી હતી જેથી કરીને આ ઓડિયોને ગંભીરતાથી લઈને જેતપર ગામે આંદોલન ચલાવી રહેલ આંદોલન સમિતિના સભ્યો દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને જેતપર ગામે આંદોલન સમિતિના સભ્યોએ નિલેશ એરવાડિયાને સમજાવીને તાત્કાલિક તેઓને આંદોલનમાંથી છૂટા કર્યા હતા
જોકે નિલેશ એરવાડીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા 17 દિવસથી અન્નનો દાણો ખાધો ન હોવાથી તેઓની લોહીની ટકાવારી ઘટી ગઈ છે અને તેને મેડિકલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેની ભલામણ કરવામાં આવે છે જેથી તેઓ હાલમાં સારવાર માટે હોસ્પિટલે જઈ રહ્યા છે અને આંદોલન સમિતિ દ્વારા જે પણ કહેવામાં આવશે તે તેઓને શિરોમાન્ય છે આ બાબતે આંદોલન છાવણી ખાતે જે મેડિકલની ટીમ સરકાર દ્વારા રાખવામાં આવી છે તેમને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી નિલેશ એરવાડિયાના લોહીનો કોઈ રિપોર્ટ કરવામાં આવ્યો નથી અને હાલમાં તેઓને હોસ્પિટલાઈઝ કરવા પડે તેવી તેમની સ્થિતિ ન હતી આમ આંદોલન સમિતિ દ્વારા નિલેશ એરવાડીયાને છુટા કરવામાં આવ્યા છે જોકે, નિલેશ એરવાડીયાએ પોતે પોતાની આબરૂ બચાવવા માટે થઈને હોસ્પિટલાઈઝ થાય છે તે પ્રકારનું રક્ષણ પત્રકારો સામે કર્યુ હતું