મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો


SHARE









મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે શહેરના નાની બજારમાં આવેલા બંધ મકાનમાં રેડ કરી હતી. ત્યારે ત્યાંથી નાની-મોટી જુદી-જુદી બ્રાંડની કુલ ૫૮૮ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂા.૨,૬૧,૬૦૦ ની કિંમતના દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો અને બે સામે ગુનો નોંધીને આ જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા ? ને ક્યાં પહોંચાડવાનો હતો ? તે દિશામાં આગળ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે નાની બજારમાં આવેલા એક બંધ મકાનમાં રેડ કરી હતી.ત્યારે ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પરપ્રાંતીય વિદેશી દારૂ રોયલ સ્ટગ પ્રીમીયર વ્હીસ્કીની બોટલ નંગ ૬૦ કિંમત રૂા.૯૦,૦૦૦ તથા રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલકસ વ્હીસ્કીની પ્લાસ્ટીકની બોટલ નંગ ૫૨૮ કિંમત રૂા.૧,૭૧,૬૦૦ મળી કુલ બોટલ નંગ ૫૮૮ જેની કુલ કિમંત રૂા.૨,૬૧,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.જેમાં ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઇ ચાનીયા રહે.મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદીરની પાસે અને ઇમરાન ઉર્ફે ડારીયો કાદરભાઇ સૈયદ રહે.મોરબી નાની બજાર મુલા શેરીના નામ ખુલતા બડને સામે ગુનો નોંધીને બંનેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ચોરાઉ બાઇક સાથે પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુનામાં એલસીબી સ્ટાફે કાયદાના સંધર્ષ આવેલ કિશોરને મુદામાલ સાથે પકડી પાડયો હતો.મોરબી એલસીબી અને પેરોલફર્લોની ટીમ વાહન ચોરી મુદદે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચમાં હતા.દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢુવા પાસેથી ચોરી થયેલ ગ્રે-કલરનુ હોન્ડા સાઇન બાઇક કે જેની આગળ-પાછળ હાલે નંબર પ્લેટ વગરનું હોય અને તે લઇને એક ઇસમ નીકળનાર છે.જેથી વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ઢુવા ચોકડીએ માણસો ગોઠવીને એક ઇસમને અટકાવીને પુછપરછ કરી તપાસ કરતા તેની પાસે રહેલ મોટર સાયકલ ચોરીનું હોય તેમજ મળી આવેલ ઇસમ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોય તે કિશોરને તેના વાલીને સોંપી આપીને તેની પાસેથી મળી આવેલ બાઇકને કબ્જે કર્યુ હતુ.પકડાયેલું વાહન વાંકાનેરના ઢુવા પીએચસી ખાતેથી ચોરી થયું હોય અને વેટરનરી ડોક્ટરનું હોય હાલ તે દિશામાં પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.

આધેડનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ જય શક્તિ હોટલના કમ્પાઉન્ડ પાસે પંચરની દુકાનમાં રહેતા અને મૂળ કેરળના ગોપાલભાઈ રાઘવનભાઈ નાયર નામના ૫૫ વર્ષના આધેડનું ગત તા.૨૩-૬ ના રાત્રી દરમિયાન બિમારી સબબ મોત નિપજયુ હતું.જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના લાલભા ચૌહાણ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ ગામે નવા બનતા કારખાના પાસે મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા વિષ્ણુભાઈ હિમસનભાઈ સિંગાર નામના ૩૦ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક રિક્ષાવાળા દ્વારા માર મારવામાં આવતા હનીફ અબ્બાસભાઇ જેડા (૩૫) રહે.ઇન્દિરાનગર મહેન્દ્રનગર પાસેને પણ ઇજાઓ થયેલ હોય સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરામાં રહેતા ફરીદાબેન નિઝામભાઈ કટિયા નામની ૩૦ વર્ષીય મહિલાને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવારના લઇ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર પાસેની બાલાજી હોટલથી લાલપર ગામ તરફ જતા સમયે રસ્તામાં મેલડી માતાના મંદિર નજીક બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા પામેલ મનસુખભાઈ વ્રજલાલભાઈ ચાવડા સતવારા (ઉમર ૭૪) રહે.લાલપર તા.મોરબી નામના આધેડને ઇજાઓ થયેલ હોય સારવાર માટે લઈ જવાયા હતા.તેમ પોલીસે જણાવેલ છે






Latest News