માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ઉપવાસી છાવણીમાં બેસણું-મોકાણનો કાર્યક્રમ યોજાયો


SHARE











ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ઉપવાસી છાવણીમાં બેસણું-મોકાણનો કાર્યક્રમ યોજાયો

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલનું વધુમાં વધુ વળતર મેળવવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને જે ખાનગી વીજ કંપની દ્વારા હાલમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેના દ્વારા પાસેરામાં પૂણી જેવું વળતર ખેડૂતોને આપવા માટેનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે તે તખ્તાને પલટાવવા માટે થઈને ખેડૂતો હાલમાં મેદાને પડ્યા છે અને શનિવારે રાત્રે જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે જે ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવામાં આવે છે તે કંપનીના ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય ખેડૂતો દ્વારા તેનું બેસણું અને મોકાણ રાખવામાં આવી હતી જેમાં મોરબી તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લાના જુદા જુદા ગામમાંથી ખેડૂતો આવ્યા હતા

મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થાય છે તેના માટે તેને વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે જોકે તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવતો હતો પરંતુ મોરબી તાલુકાના જેતપર ગામથી જે અદાણી કંપનીની વીજ લાઈન પસાર થાય છે તેના વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરીનો વિરોધ કરીને ખેડૂતો દ્વારા રણસીંગુ ફૂંકવામાં આવ્યું છે અને ગુરુવારથી જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે દરમિયાન શુક્રવારે ગામના 15 થી વધુ ખેડૂતો દ્વારા મુંડન કરાવીને ખાનગી વીજ કંપની સામેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ત્રણ મહિલાઓ સહિત કુલ મળીને નવ જેટલા વ્યક્તિઓ દ્વારા હાલમાં આમરણાંત ઉપાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે

દરમ્યાન શનિવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે જે ખાનગી વીજ કંપનીનો પોલ ઉભો કરવા માટેની કામગીરી ચાલી રહી છે તે કંપનીના ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય ખેડૂતો દ્વારા તેના માટેનું બેસણું અને મોકાણ રાખવામાં આવી હતી જેમાં ન માત્ર મોરબી તાલુકો પરંતુ જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો આવ્યા હતા અને ખાનગી વીજ કંપની સામે વળતર માટે જેતપર ગામના ખેડૂતો દ્વારા જે એકતાથી લડત ચલાવવામાં આવી રહી છે તેને તમામ ગામના ખેડૂતોએ સમર્થન આપ્યું છે અને તન મન ધન થી ટેકો આપીને જ્યારે મદદની જરૂર હશે ત્યારે ખેડૂતો જેતપર ગામના ખેડૂતોની સાથે રહેશે તેવી હાકલ કરી હતી જેથી આગામી દિવસોમાં આંદોલન વધુ વેગવંતુ બને તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.






Latest News