માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

યોગનો પ્રચાર પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યના આજે મીઠા પરિણામો દરેક લોકોને મળી રહ્યા છે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા


SHARE











યોગનો પ્રચાર પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યના આજે મીઠા પરિણામો દરેક લોકોને મળી રહ્યા છે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા

21 જૂન વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગાભ્યાસ કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં મંત્રી તેમજ રાજકીય આગેવાનો તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાથે યોગાભ્યાસ કર્યો હતો અને શરીરને નીરોગી રાખવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12 વર્ષ પહેલા જે યોગનો પ્રચાર પસાર કરવા માટેનું કાર્ય કર્યું હતું તેના મીઠા પરિણામો આજે દરેક લોકોને મળી રહ્યા છે તેવી લાગણી રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વ્યક્ત કરી હતી.

મોરબીમાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના જ ભાગરૂપે આ વર્ષે જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી તેમજ પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ મોહનભાઇ કુંડારિયા તેમજ કલકેટર સ્વપ્નિલ ખરે સહિતના જિલ્લાના તમામ અધિકારીઓએ અને રાજકીય આગેવાનો તથા જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ સહિતના લોકો જોડાયા હતા અને પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સ્પીચને સહુ કોઈને સાંભળી હતી ત્યાર બાદ રાજ્યના મંત્રી સહિતના તમામ લોકોએ સાથે યોગાભ્યાસ કર્યો હતો. અને મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેને રાજ્ય મંત્રીએ બિરદાવી હતી અને શરીર તથા મનને સ્વસ્થ રાખવા માટે અને રોગને દૂર રાખવા માટે નિયમિત રીતે યોગા કરવા જોઈએ તેવું મંત્રીએ જણાવ્યુ હતું. મોરબી જીલ્લામાં તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ યોગાભ્યાસ માટેના કાર્યક્રમો જુદાજુદા સ્થળે રાખવામા આવ્યા હતા જેમાં મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ ખાતે, ટંકારા તાલુકા અને નગરપાલિકાનો કાર્યક્રમ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતેહળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતેવાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો.






Latest News