મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ 


SHARE







મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ 

મોરબીના પીપળી ગામ પાસે આવેલ કારખાનામાં અજાણ્યા શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને દીવાલ કૂદીને કારખાનામાં આવેલા શખ્સો કોપર તથા એલ્યુમિનિયમ વાયર ચોરી કરી ગયા હતા જેથી કરીને 1,75,000 ના મુદામાલની ચોરી થવાની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં 3 શખ્સને 1.97 લાખના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે અને બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

 

મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયા ચોક પાસે આવેલ અક્ષરધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 9 માં રહેતા યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (30)એ અજાણ્યા 4 શખ્સોની સામે ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી નજીકના પીપળી ગામ પાસે તેઓનું ભાગીદારીમાં કારખાનું આવેલું છે અને ત્યાં ગોડાઉન પણ છે દરમ્યાન મોડી રાતના સમયે ચારેક અજાણ્યા શખ્સોએ કારખાનાની દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો અને જુદીજુદી મશીનરીમાં વપરાતા કોપર તથા એલ્યુમિનિયમ ફાઇબરનો કોટિંગ વાયરની ચોરી કરી હતી જેથી 1,75,000 ના મુદામાલની ચોરીની કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈને મોરબી તાલુકા પોલીસી પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમી આધારે મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામના પાટીયા પાસે ગાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ભંગારના ડેલા ખાતે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં તપાસ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા રહે. હાલ માળિયા ફાટક પાસે કાંતિનગર મોરબી, સાગરભાઇ મેરામભાઇ સોલંકી રહે. મેઘપર તાલુકો માળીયા અને ઈશ્વર ગોપીલાલ ગુર્જર રહે. સાપર વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી 81 કિલો કોપર વાયર તેમજ બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 7013 આમ કુલ મળીને 1,97,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ બે શખ્સનાં નામે સામે આવેલ છે જેમાં રવિભાઈ લાખાભાઈ સોલંકી અને સચિનભાઈ લાખાભાઈ સોલંકી રહે, બંને મેઘપર વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે હાલમાં પકડાયેલ આરોપી વિકાસ લોરીયા સામે મોરબી સીટી તથા તાલુકામાં અગાઉ જુદા જુદા પાંચ જેટલા ગુના નોંધાયેલા છે.






Latest News