મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના રોયલ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા


SHARE







મોરબીના રોયલ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 5 મહિલા સહિત કુલ 8 પકડાયા

મોરબીના પીપળી ગામ પાસે ત્યારે રોયલ પાર્ક માં રહેતા શખ્સના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે ઘરમાંથી 5 મહિલા સહિત કુલ 8 વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 37,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ રોયલ પાર્ક શેરી નં 1 માં કાજલબેન બુધાભાઈ પટેલના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી કાજલબેન બુધાભાઈ પટેલ 29, સમાબેન સફીભાઈ મોટીલાણી 38, ટીનાબેન જગદીશભાઈ ત્રિવેદી 55, ભાવિકાબા ભરતભાઈ પરમાર 45, મંજુબેન લાભુભાઈ ગઢવી 59, ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા 50, મુનાફભાઈ અલ્તાફભાઈ કુરેશી 28 અને રામાભાઇ કેસુરભાઈ અમર 39 વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 37,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધાર હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi  #મોરબી






Latest News