મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી અજાણ્યા ચાર શખ્સો 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ વાયરની કરી ચોરી


SHARE







મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી અજાણ્યા ચાર શખ્સો 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ વાયરની કરી ચોરી

મોરબીના પીપળી ગામ પાસે આવેલ કારખાનામાં અજાણ્યા ચાર શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને દીવાલ કૂદીને કારખાનામાં આવેલા શખ્સોએ જુદી જુદી મશીનરીમાં વપરાતા કોપર તથા એલ્યુમિનિયમ વાયર એમ કુલ મળીને કુલ 350 કિલો વાયર જેની કિંમત 1,75,000 ના મુદામાલની ચોરી કરી છે જેથી હાલમાં ભોગ બનેલ કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયા ચોક પાસે આવેલ અક્ષરધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 9 માં રહેતા યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડા (30)એ અજાણ્યા 4 શખ્સોની સામે ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી નજીકના પીપળી ગામ પાસે તેઓ ની ભાગીદારીમાં કારખાનું આવેલું છે અને ત્યાં તેઓનું ગોડાઉન પણ આવેલું છે દરમ્યાન મોડી રાતના સમયે ચારેક અજાણ્યા શખ્સો જેની અંદાજે 25 થી 30 વર્ષની ઉંમર હોય તેવું લાગે છે તે ચારેય દિવાલ કૂદીને કારખાનામાં આવ્યા હતા અને ત્યારબાદ ગોડાઉનમાં રાખેલ મશીનરીમાં વપરાતા કોપર વાયર તથા એલ્યુમિનિયમ ફાઇબરનો કોટિંગ વાળો કેબલ જે અંદાજે કુલ મળીને 350 કિલો વજન અને તેની કિંમત 1,75,000 થાય છે તે વાયરોની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચાર શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે. 
#morbi






Latest News