મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા


SHARE







મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા

મોરબી,રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હર હંમેશ શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવા માટે જાણીતું છે. 

રજુઆતથી પ્રશ્નો હલ ન થાય તો આંદોલન પણ કર્યા છે।ત્યારે હવે રાજ્યના હજારો શિક્ષકો કે જેમને ટીચર એલિજીબીલીટી ટેસ્ટ ટેટની પરીક્ષા આપેલી નથી.વર્ષોથી વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે,એમને TET પરીક્ષા પાસ કરવાનો નામદાર ન્યાયાલયે આદેશ આપ્યો છે ત્યારે TET લાગુ થયા પહેલાથી સેવારત શિક્ષકો પર  TET ની અનિવાર્યતા થોપવી એ ન્યાય તથા નિમણુંક સમયની જોગવાઈ અને સેવા શરતો વિરુદ્ધ હોય શિક્ષક સુરક્ષિત તો રાષ્ટ્ર સુરક્ષિતના સૂત્ર સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના, ગુજરાત રાજ્યના અને સમગ્ર દેશના હજારો,લાખો શિક્ષકોની નોકરીના હિતોનું રક્ષણ કરવા શિક્ષકોની સેવા સુરક્ષા માટે  RTE Act -૨૦૦૯ ની કલમ ૨૩ માં ભારત સરકાર સુધારો લાવે એ માટે જન જાગરણ અને નિર્ણયાક આંદોલનના ભાગરૂપે મોરબી જિલ્લાના શિક્ષકો ખુબજ બહોળી સંખ્યામાં કલેકટર કચેરી મોરબી ખાતે તા.૧૮ જૂન ના રોજ બપોરે ૪ કલાકે ધરણા યોજી કલેકટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર અર્પણ કરશે.






Latest News