મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ


SHARE





મોરબી બી ડિવિઝન વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી પોલીસ

મોરબી બી ડિવિઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તે માટે અવાર નવાર કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા અને અધિકારી દ્વારા જરૂરી સૂચના આપીને કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જેથી કાયદાનું પાલન કરવાની સૂચન આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લાનો હવે કચ્છ બોર્ડર રેન્જમાં સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે આઇજી ચિરાગ કોરડીયા અને એસપી મુકેશકુમાર પટેલની સૂચનાથી અને ડીવાયએસપી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડિવિઝનના પીઆઇ જે.ડી.સરવૈયા દ્વારા બી ડિવિઝન વિસ્તારમાં અવારનવાર શરીર સંબંધી, મિલકત સંબંધી તેમજ દારૂના ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વોને પોલીસે સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. અને ત્યાં તેઓને પીઆઇએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી ટકોર કરી હતી અને ખાસ કરીને ગુનાખોરીનો માર્ગ છોડીને સામાન્ય નાગરિકની જેમ જીવવા માટે પ્રેરણા આપી હતી.




Latest News