મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઓળ ગામે ખનીજ ખનન માફિયા ઉપર પોલીસની રેડ: 1.10 કરોડનો મુદામાલ કબ્જે


SHARE





વાંકાનેરના ઓળ ગામે ખનીજ ખનન માફિયા ઉપર પોલીસની રેડ: 1.10 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું હતું ત્યા ખનીજનુ વહન કરતા વાહનો મળી આવ્યા હતા જેથી પોલીસે ખનીજ માફીયાઓ સામે કાર્યવાહી કરી હતી અને હાલમાં 1.10 કરોડનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આગળની કાર્યવાહી કરી છે.

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને મોરબીના એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી એસ.એચ.સારડા દ્વારા ગેરકાયદેસર ખનીજનુ ખનન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સખત અને કડક સુચના આપવામાં આવી હતી જેથી વાંકાનેર તાલુકાનાં ઇન્ચાર્જ પીઆઇ એચ.વી.ઘેલા તથા પીઆઇ બી.વી.પટેલના માર્ગદર્શન મુજબ ઓળ ગામની સીમ વિસ્તારમાં લીઝ વગર માટીનુ ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું. ત્યાં રેડ કરી હતી ત્યારે ઓળ ગામની સીમમાં ખોદકામ માટે ઉપાયોગ કરેલ સનીકંપનીનુ હાઇડ્રોલીક કોલર એકસ્કવેટર મશીન મળી આવ્યું હતું જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીને જાણ કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ત્યાં આવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને હાઇડ્રોલીક કોલર એકસ્કવેટર મશીન કબ્જે કર્યું હતું તેમજ ડમ્પર નં. જીજે 10 ટીવાય 8381, ડમ્પર નં. જીજે 3 સીયું -1991 અને ડમ્પર નં. જીજે 3 બીઝેડ 0054 આમ કુલ મળીને 1.10 કરોડનો મુદામાલ કબ્જે કરેલ છે આ કામગીરી પીઆઇ બી.વી.પટેલ અને ઇન્ચાર્જ પીઆઇ એચ.વી.ઘેલા તેમજ પીએસઆઇ ડી.વી.ખાંભલા સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News