મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી અને સાંસદની હાજરીમાં મેગા જોબ ફેર યોજાયો: નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા


SHARE





મોરબીમાં રાજ્યમંત્રી અને સાંસદની હાજરીમાં મેગા જોબ ફેર યોજાયો: નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે ભવ્ય મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને રાજ્યસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નોકરી વાંછુક યુવાનો ઉમટી પડ્યા હતા.

મોરબી મહાનગરપાલિકા તથા સુપ્રસિદ્ધ ઔદ્યોગિક ગૃહો અને નામાંકિત કંપનીઓના સહકારથી આયોજિત આ મેગા જોબ ફેરમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓએ પોતાના સ્ટોલ લગાવી યુવાઓ માટે સ્થળ પર જ ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ટેક્નિકલ, નોન-ટેક્નિકલ તેમજ અગ્નિવીર તાલીમ પૂર્ણ કરેલા યુવાનો માટે પણ ખાસ તક ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ અવસરે મોરબી મહાનગરપાલિકામાં હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ બેઝ પર નિયુક્ત કરાયેલા કર્મચારીઓને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્યસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા

આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સરકાર યુવાઓને ઘરઆંગણે જ નહીં પરંતુ વિદેશમાં પણ તેમની કૌશલ્યતા આધારે આગળ વધવાની તક આપે છે. મોરબી જિલ્લાને ભારત સરકાર દ્વારા આદર્શ આઈ.ટી.આઈ.માં સ્થાન મળ્યું હોવાનો પણ ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશ્વમાં બીજા નંબરના ટાઇલ્સ ઉત્પાદક તરીકે ઓળખ ધરાવતા મોરબી શહેરે “સિરામિક સિટી” તરીકે વૈશ્વિક બજારમાં આગવી ઓળખ ઉભી કરી છે અને રોજગાર પ્રદાનમાં પણ અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકા કમિશ્નર, પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રાંત અધિકારી, રોજગાર અધિકારી સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News