વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા


SHARE







મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા

મોરબીના જેતપર ગામે હાલમાં ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી અથવા તો ઓછું આપવામાં આવે છે જેથી ખેડૂતો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવે છે અને પહેલા પૂરું વળતર આપવામાં આવે ત્યાર પછી કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જો કે, કંપનીના માણસો દ્વારા પોલીસનો બંદોબસ્ત લઈને આજે કામ ચાલુ કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓ અને ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેથી પોલીસે તેઓને ડિટેઇન કર્યા હતા

મોરબી જિલ્લાના માળીયા, હળવદ, મોરબી, ટંકારા વાકાનેર તાલુકા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર થઈ રહી છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહી છે. જો કે, મોટાભાગની જગ્યાએ ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવ્યું નથી અથવા તો વળતર આપવામાં જ આવ્યું નથી. અને કામ કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન આજે મોરબીના જેતપર ગામે વળતરને લઈને ખેડૂતોએ વીજલાઈન અને પોલ ઊભા કરવાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે, જો કલેકટરના ઓર્ડર અને ડીએલવીસીએ નક્કી કરેલા ભાવ મુજબ કામ કરવામાં આવે અને વળતર આપવામાં આવે તો ખેડૂતોને મોટું નુકશાન થાય છે જેથી ખેડૂતોને યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી ખેતરમાં અમો કામગીરી કરવા દેવાના નથી તેવી ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને ખેડૂતોને સમજાવવા માટે મોરબીના પ્રાંત અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવવા છતાં તેઓ કામ ચાલુ કરવા દેતા ન હતા જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા સ્થળ ઉપરથી મહિલાઓ અને ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા આમ ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેમ છતાં પણ પોલીસનો બળ પ્રયોગ કરીને ખેડૂતના ખેતરોની અંદર વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોમાં ભારો ભાર રોષની લાગણી છે






Latest News