મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE











મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબીના આજુબાજુમાં આવેલા ગામનો મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ છે અને મહાપાલિકા વર્ષ ૨૦૨૫ થી અસ્તિત્વમાં આવેલ છે જો કે, મહાપાલિકામાં સમાવવામાં આવેલ મહેન્દ્રનગર, ત્રાજપર, રવા૫ર, શનાળા તથા તેના સર્વે નંબર ઉપર અસ્તીત્વમાં આવેલ સોસાયટીઓએ વર્ષ ૨૦૨૫ સુધીનો ટેકસ જે તે ગ્રામ પંચાયતોમાં ભરપાઈ કરી આપેલ છે. છતાં પણ હાલમાં મહાપાલિકા દ્વારા ૨૦૧૫ થી ટેકસની ઉઘરાણી કરતી કરવામાં આવી રહી છે. જેથી કરીને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા લેખીતમાં મહાપાલિકાના મેયરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં મહાપાલિકાના મેયરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી મહાપાલિકા વર્ષ ૨૦૨૫થી અસ્તિત્વમાં આવેલ છે અને તે પહેલા જે ગ્રામ પંચાયતો હતી તેમાં લોકોને તેના વેરા ભરેલા છે. છતાં મહાપાલિકા ટેકસની ઉઘરાણી વર્ષ ૨૦૧૫ થી કરી રહી છે. જે ન્યાયી નથી. માટે લોકો પાસેથી વર્ષ ૨૦૨૬ થી જે તે મિલ્કતનો વેરો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. જો લોકોને વર્ષ ૨૦૧૫ થી વેરો ભરવાનો આવે તો દરેક આસામીને રૂપિયા ૨૫ થી ૩૦ હજાર વેરો આપવો પડે તેમ છે. જે ખરેખર અન્યાયી છે. અને ખાસ કરીને જો મહાપાલિકા  વર્ષ ૨૦૨૫થી અમલમાં આવી છે તો પછી વેરો ૨૦૧૫ થી કેમ ઉઘરાવવામાં આવે છે. અને ટેકસ વધારાની કોઈપણ જાતની જાણકારી ગ્રામ પંચાયતો કે પછી બીલ્ડરો દ્વારા લોકોને આપવામાં આવેલ નથી. હાલમાં મહાપાલિકા દ્વારા લોકોને ટેકસ માટેની વારંવાર નોટીસો આપીને લોકોને હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવે છે. જેથી મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામોમાં જે મિલકતો આવેલ છે તેનો વર્ષ ૨૦૨૫ થી જ ટેક્સ લેવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News