સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ


SHARE





મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં સનવર્લ્ડ સિરામિકના પાછળના ભાગે રહેતા સંજયભાઈ માનસંગભાઈ ધોળકિયા કોળી નામના ૩૨ વર્ષના યુવાને સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરી હતી કે, તેમના પત્ની લીલીબેન સંજયભાઈ ધોળકિયા (ઉંમર ૩૦) તા.૩૧-૫ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયા છે.અને ઘરમેળે શોધખોળ કરવા છતાં તેમનો પતો લાગ્યો નથી.હાલ લીલીબેન ગુમ થયા અંગે ગુમશુધા નોંધ દાખલ કરીને એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવી છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા લીલીબેન માનસિક અસ્વસ્થ હોય હાલ તેઓની ભાળ લાગી ન હોય જો કોઈને આ અંગે કોઈ જાણકારી હોય તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા જણાવ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જેતપર રોડ પીપળી ગામ પાસે પેન્ટાગોન સિરામિક પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈજાઓ થતા અજયગીરી પ્રવીણગીરી ગોસ્વામી (૩૦) રહે.ધર્મગીરી સોસાયટી જાંબુડીયા તથા હાર્દિક સુરેશભાઈ (૧૯) રહે.મહેન્દ્રનગરને ઇજાઓ થતા સીવીલે સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે મોરબીના મકનસર ગામે રહેતા કુંવરજીભાઈ બચુભાઈ પરમાર નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લવાયો હતો. તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં
મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ ખાતે રહેતા પરિવારનો શાહનવાજ મજમુદાશા દિવાન નામનો છ વર્ષનો બાળક શેરીમાં રમતા હતો.તે સમયે મોટરસાયકલ ચાલકે તેને હડફેટે લેતા ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના તળાવિયા શનાળા ગામે આવેલ મામા કેમિકલના લેબર કવોટરમાં રહેતા ભાવનાબેન મહેશભાઈ ડામોર નામની ૨૬ વર્ષની મહિલાને કોઈ કારણસર ઉલટી થતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.અને હળવદના નવા દેવડીયા ગામે રહેતા જ્યોતિબેન પંકજભાઈ પટેલ નામના ૩૬ વર્ષના મહિલા કોઈ કારણોસર ઘરે ફિનાઇલ પી ગયેલા હોય તેઓને સારવાર માટે મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી મોરબી પોલીસે તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરી હતી.




Latest News