સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ


SHARE





મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ

મોરબી સિવિલ હોસ્પિટલની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી ત્યારે હોસ્પિટલમાં આવતા જિલ્લાભરના દર્દીઓ સાથે કલેકટરે વાત કરી હતી. અને તેઓને કેવી સારવાર મળે છે તેની પણ માહિતી મેળવી હતી અને આ વિઝિટ દરમ્યાન હોસ્પિટલમાં બંધ પડેલ મશીન તેમજ લિફટને તાત્કાલિક ચાલુ કરવા માટેનો કલેકટરે આદેશ કર્યો હતો.

મોરબીના કલેકટર સ્વપ્નિલ ખરે ગુરુવારે મોરબીની સિવિલ હોસ્પિટલે પહોચ્યા હતા. ત્યારે સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રદીપ દૂધરેજિયા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને આ તકે કલેકટરે સિવિલ હોસ્પિટલમાં આંખ, ઈમરજન્સી, સીટીસ્કેન અને ઓર્થોપેડિક સહિતના વિભાગ અને દરેક વોર્ડની વિઝિટ કરી હતી અને ત્યાં દર્દીઓને મળતી સુવિધા અને સારવાર વિષેની અધિકારી અને દર્દીઓ પાસેથી માહિતી મેળવી હતી. અને સિવિલના નર્સિંગ સ્ટાફ સાથે પણ ચર્ચા કરી હતી ત્યાર બાદ દર્દીઓને વધુમાં વધુ સારી સારવાર મળે તેના માટે સ્ટાફને શ્રેષ્ઠ કામગીરી કરવા માટેની સૂચના આપી હતી. ત્યાર બાદ કલેક્ટરે સિવિલની રોગી કલ્યાણ સમિતિ સાથે મીટીંગ કરી હતી અને આરોગ્યની સેવાઓનું સ્તર ઊંચું લાવવા માટેના પ્રયાસો કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કેટલાક મશીનો બંધ હતા તેને ઝડપથી ચાલુ કરવા માટેની સૂચના આપી હતી. અને બંધ પડેલી લિફ્ટને પણ ચાલુ કરવા માટે કહ્યું હતું. તેમજ ઉનાળામાં દર્દીઓ અને તેના સગા સબંધીઓને પીવા માટેનું પાણી મળી રહે તેના માટેની પણ વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું.




Latest News