સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ


SHARE





મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ

દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના ગૌરવશાળી કાર્યકાળના અવસરે મોરબી જિલ્લામાં યોજાનારા ત્રિવિધ લોકકાર્યક્રમોના ભાગરૂપે તારીખ ૧૨ જૂન, ૨૦૨૬ ના રોજ વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ સંમેલન) નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સનાળામાં આવેલી પટેલ સમાજવાડી ખાતે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન યોજાનારા આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.


બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરએ સંમેલન સંદર્ભે વિવિધ સંબંધિત કચેરીઓ અને સરકારી વિભાગો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી વહીવટી તૈયારીઓ અને વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી, તેમજ કાર્યક્રમને સુચારુ રૂપે પાર પાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમીક્ષા બેઠકનું સંચાલન મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિકસિત ભારત સંકલ્પ સંમેલનઅંતર્ગત મોરબી જિલ્લામાં રમત-ગમત, સાહિત્ય, કલા અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા સ્થાનિક નામાંકિત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવોને વિશેષ રૂપે સહભાગી બનાવવામાં આવશે.




Latest News