સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગરમાંથી વહેલી સવારે કોઈ કારણોસર યુવતી ગુમ


SHARE





મોરબીના ઋષભનગરમાંથી વહેલી સવારે કોઈ કારણોસર યુવતી ગુમ

મોરબી શહેરમાં આવેલ ઋષભનગરમાં રહેતા યુવતી કોઈપણ કારણોસર ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના ઋષભનગર વિસ્તારમાં રહેતા નંદલાલભાઈ મોતીલાલ સોનાગ્રા (51)એ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેમની દીકરી હેતલબેન નંદલાલભાઈ સોનગ્રા (21) ગત તા. 31/5 ના વહેલી સવારે 5 વાગ્યે ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના બાપાસ રોડ ઉપર આનંદનગર નજીક રહેતા કરસનભાઈ દેવીપુજક (70) નામના વૃદ્ધને ઓવરબ્રિજ પાસે રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News