સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત


SHARE





વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત

વાંકાનેરના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની બાલ્કનીની પારાપેટ ઉપર યુવતી બેઠી હતી દરમિયાન તેને ચક્કર આવતા તે ઉપરથી નીચે ટકાઈ હતી જેથી તે યુવતીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

મૂળ છત્તીસગઢના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના સરતનપર રોડ ઉપર આવેલ લેન્ડ ડેકોર સિરામિક કારખાન લેબર કવાર્ટરમાં રહેતા રૂપાબેન ચંદાલાલ પટેલ (28) નામની યુવતી લેબર કોલોનીના ત્રીજા માળે બાલકનીની પારાપેટ ઉપર બેઠી હતી દરમિયાન તેને કોઈ કારણોસર ચક્કર આવતા તે પારાપેટ ઉપરથી નીચે ટકાઈ હતી અને યુવતીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવતીનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના ઘુટુ ગામે રહેતા ગણેશભાઈ બદ્રિભાઇ ગુપ્તા (35) નામના યુવાનને આઈ.ટી.આઈ પાસે રમેશભાઈ નામના વ્યક્તિએ પથ્થર વડે માર મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News