વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી ડુપ્લીકેટ નંબર પ્લેટ વાળા બુલેટ સાથે એક શખ્સ પકડાયો


SHARE







વાંકાનેરમાંથી ડુપ્લીકેટ નંબર પ્લેટ વાળા બુલેટ સાથે એક શખ્સ પકડાયો

રાજકોટ રેન્જ આઇજીની ટીમે વઘાસીયા બોગસ ટોલનાકા કાંડમાં સંડોવાયેલ આરોપીને ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવેલ બુલેટ સાથે ઝડપી લીધેલ છે અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

રાજકોટના રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના મુજબ તેઓની ટિમ કામ કરી રહી છે તેવામાં રેન્જના પીઆઈ અર્પૂવ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તેવામાં વાંકાનેર હાઈવે પર વઘાસીયા ગામ નજીકથી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા રહે. જુના વઘાસીયા વાળાને બુલેટમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવેલ હોવાથી પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસે રહેલા બુલેટનો નંબર જીજે 1 યુઈ 9888 હતો તો પણ તેણે ખોટી નંબર પ્લેટ જીજે 1 યુડી 9 લગાવી હતી અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો જેથી આ શખ્સને પકડીને પોલીસે તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને હાલમાં આરોપી તેમજ મુદામાલ આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, આ શખ્સ વઘાસીયા બોગસ ટોલનાકા કાંડમાં પણ સંડોવાયેલ હતો. તેવી માહિતી પોલીસ પાસેથી મળી છે.




Latest News