મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો


SHARE







માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો

માળીયા (મી)ના જુના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાં માતાજી ઉપર રાખવામાં આવેલા ચાંદીના નાના મોટા 13 છતરની ચોરી કરવામાં આવી હતી જેથી 40 હજારના ચાંદીની ચોરી થઈ હોવાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુના નાના દહીસરા સહિત જીલ્લામાં પાંચ મંદિરમાં ચોરી કરનારા રીઢા ચોરીને પકડી પડેલ છે અને તેની પાસેથી 87 હજારનો મુદામાલ કબ્જે કરેલ છે.

માળીયા (મી)ના જુના નાના દહીસરા ગામે રહેતા ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજા (36)એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, જૂના નાના દહીસરા ગામે મહાકાળી માતાજીના મંદિરે માતાજીનાં દર્શન કરવાના બહાને આવેલા શખ્સે મંદિરને નિશાન બનાવ્યું હતું અને ત્યાં માતાજી ઉપર ચઢાવવામાં આવેલા ચાંદીના નાના-મોટા કુલ 13 છતર જેનો કુલ વજન 400 ગ્રામ થાય છે તેની ચોરી કરી હતી જેથી 40,000 ની કિંમતના ચાંદીની ચોરી થઈ હોવાનો પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં એલસીબીની ટીમને બાતમી મળી હતી જેથી મોરબીની રવિરાજ ચોકડી પાસે વોચમાં રાખી હતી તેવામાં મળેલ બાતમી મુજબનું બાઇક નંબર જીજે 36 એક્યું 4125 લઈ એક શખ્સ નીકળ્યો હતો જેને રોકીને પૂછપરછ કરતાં તેનું નામ કિશન સુરેશભાઈ જાની (26) રહે. રવાપર ગામ બોની પાર્ક મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી ચાંદીના નાના મોટા 5 છતર જેનું કિંમત 10 હજાર રૂપિયા અને રોકડ રૂપિયા 32 હજાર તેમજ 40 હજારનું બાઇક અને 5 હજારનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 87 હજારનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવતા તેના ઉપર દેવું વધી ગયું હોવાનું તેણે જુદાજુદા મંદિરમાં દર્શન કરવાના બહાને જઈને ચોરીઓ કરી હોવાનું કબૂલાત આપી હતી અને આ શખ્સે અગાઉ લુંટાવદર ગામે મોમાઈ માતાજીના મંદિરમાંથી એક  સોનાનું અને એક ચાંદીનું છતર ચોરી કર્યું હતું. તેવી જ રીતે હળવદમાં બસ સ્ટેન્ડ પાસે મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતર અને હળવદમાં લક્ષ્મીનારાયણ ચોકમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના દસથી અગિયાર છતરની ચોરી કરી હતી અને મોરબીના ઘૂટું અને માંડલ ગામ વચ્ચે ખોડીયાર માતાજી મંદિરમાંથી સોના અને ચાંદીના છતર ચોરી કરી હતી આમ મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કામગીરી કરીને જીલ્લામાં પાંચ મંદિરમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયેલ છે.






Latest News