ફાયરિંગ કા બદલા ફાયરિંગ: માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરીને હત્યા મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબી સ્પામાં ગયેલ યુવાનને મસાજ ૧૯ લાખમાં પડ્યો, મહિલા સહિત ત્રણ સામે હનીટ્રેપની ફરિયાદ વાંકાનેરમાંથી ડુપ્લીકેટ નંબર પ્લેટ વાળા બુલેટ સાથે એક શખ્સ પકડાયો માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો હળવદના ટીકર ગામે રેતી માફિયા ઉપર રેન્જ આઇજીની ટિમ ત્રાટકી: ૮૦ લાખનો મુદામાલ કબ્જે આયુષ્માન ભારત-PMJAY યોજના આશીર્વાદ સમાન: મોરબીની ખાનગી હોસ્પિટલમાં વીરપરના મહિલાની તદ્દન મફત ડિલિવરી વાંકાનેરમાં લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબી સ્પામાં ગયેલ યુવાનને મસાજ ૧૯ લાખમાં પડ્યો, મહિલા સહિત ત્રણ સામે હનીટ્રેપની ફરિયાદ


SHARE











મોરબી સ્પામાં ગયેલ યુવાનને મસાજ ૧૯ લાખમાં પડ્યો, મહિલા સહિત ત્રણ સામે હનીટ્રેપની ફરિયાદ

મૂળ ટંકારાના અને હાલ મોરબી નજીકના શનાળામાં રહીને કરીયાણા શોપ ચસાવતા યુવાનને સ્પામાં કામ કરતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવી યુવાનના ફોટા-વિડિઓ બનાવી બાદમાં દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રોકડ, સોનાના દાગીના સહિત કુલ મળીને ૧૯ લાખ પડાવવામાં આવ્યા હોવાની યુવાને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મુળ ટંકારા તાલુકાના નસીતપર ગામના અને હાલ મોરબીના શનાળા પાસે સરદાર ડમ્પર પાસેના નંદભૂમિ એરપાર્ટમેન્ટમાં રહેતા રજતભાઈ ભીમજીભાઈ ઝાલરિયા (૩૧) નામનો યુવાન અનાજ કરિયાણા દુકાન ચલાવે છે.હાલમાં તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાજલકુમારી રામજીભાઈ મહતો (ચૌહાણ) રહે.માતાવાળી ગલી માતા ચોક ગુડગાંવ હરિયાણા, કાજલકુમારીના પતિ તરીકે ઓળખ આપનાર સંજય અને પોલીસનું ખોટું નામ ધારણ કરી ધમકી આપનાર ઇસમની સામે ફરિયાદ નોંધાવી છે કે બે અઢી વર્ષ પૂર્વે એટલે કે માર્ચ-૨૦૨૫ થી ૨૫-૫-૨૬ દરમિયાનમાં મોરબી શનાળા રોડ પર આવેલ ઓસમ સ્પા ખાતે તેનો પ્રિયા નામની છોકરી સાથે સંપર્ક થયેલ હતો અને બાદમાં રજતભાઇને તેણીની સાથે મિત્રતા થતા તેણીએ પોતાનું સાચું નામ કાજલકુમારી રામજીભાઈ મહતો ચૌહાણ હોવાનું જણાવ્યું હતું.ફરિયાદી અપરણિત હોય અને પ્રેમ સંબંધ બંધાયો હતો.બાદમાં કાજલકુમારીએ પોતે પરિણીત હોય અને પતિ સાથે છૂટાછેડા લઈને તારી (રજત) સાથે લગ્ન કરવા જણાવ્યું હતુ અને સ્પાનું કામ છોડી દેશે તેમ કહ્યું હતું.

બાદમાં યુવતીએ એક લાખ ઉછીના માંગ્યા હતા.માર્ચ ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૫ સુધી વતનમાં ઘર બનાવવાનું કહીને રૂા.૪,૫૦,૦૦૦ પડાવ્યા હતાં અને ફરિયાદી રજતભાઇ દિલ્હી ગયેલ ત્યારે હોટેલમાં રોકાયો હતો અને પરિવારને વાત નથી કરી તેમ કહીને ઘરે લઇ ગયેલ નહિં.બાદમાં મોરબી પરત આવી સાતમ-આઠમ સમયે કાકીને પૈસાની જરૂર હોવાનું કહીં રૂા.૫૦ હજાર અને બાદમાં ૨૦ હજાર માંગતા બેન્ક ખાતામાં જમા કર્યા હતા.પછી યુવાનને લગ્નની લાલચ આપીને એક જોડી બૂટી રૂા.૧૩,૦૦૦ અને સોનાનું બ્રેસલેટ રૂા.૪૫ હજાર અને બે સોનાની વીંટી ૨૩,૫૦૦ ની લઈ આપી હતી.માર્ચ-૨૦૨૫ માં વધુ રૂા.૭૦ હજાર અને ઓગસ્ટ માસમાં વધુ ૯૦ હજારના મોબાઇલ લઈ આપ્યા હતા.

જયારે તા.૧૭-૧૧-૨૫ ના રોજ પૈસા માંગતા બેન્ક ખાતામાં ૧,૬૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા તેમજ બીજા રૂા.૧,૫૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. કાજલે લગ્નના વાયદા આપીનો રોકડ-દાગીના સહિત કુલ રૂા.૧૯ લાખ પડાવી લીધા હતા.બાદમાં તે સ્પાનું કામ મૂકીને વતનમાં જતી રહી અને ફોન કરતા ઉધ્ધત વર્તન કરતી હતી.જેથી રજતભાઇએ પૈસા અને સોનાના દાગીના પરક કરવાની વાત કરતા કાજલે યુવાનને તેના ન્યૂડ ફોટા-વિડિઓ છે કહીને ધમકી આપીને કોન્ફરન્સ કોલમાં વાત કરાવી હતી જેમાં સંજય નામના વ્યક્તિએ વાત કરીને ધમકી આપી હતી કે તે મારી પત્ની છે અને ફોન કરી હેરાન પરેશાન ન કરતો તને પૈસા અને મોબાઈલ મળી જશે.દિલ્હી આવ તને બે લાખ અને આઈ ફોન, પ્રો મોબાઈલ પરત આપી દઈશ અને દિલ્હી જતા સુખરાય પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં ફરિયાદી અને તેના મિત્ર આશિષ વિરુદ્ધ ખોટી અરજી કરીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.જેથી મોરબી પરત આવી ગયા હતા આમ પ્રેમજાળમાં ફસાવી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અલગ અલગ સમયે રોકડા રૂા.૧૭,૭૮,૫૦૦ તેમજ સોનાના દાગીના સહિત ૧૯ લાખની મતા પડાવી લીધી હતી.જે બાબતે ભોગ બનેલા રજત ઝાલરીયાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન.આર.વાણીયાએ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માત

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા દલસુખભાઈ દિલાભાઈ વિકાણી (૬૫) તથા વીજુબેન દલસુખભાઈ (૬૦) બંને રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તે રિક્ષાને હડફેટ લેતા બંને ઇજા પામ્યા હોય બંનેને સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના પીપળી રોડ એબીસી સિરામિક નજીકથી બાઇક લઈને જઈ રહેલા અક્ષય અમૃતલાલ લાડાણી (૩૧) રહે.હરીગુણ એપાર્ટમેન્ટ મહેન્દ્રનગરના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા અક્ષયને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી તથા સ્ટાફ દ્વારા સામેકાંઠે કુબેર ટોકીઝની કટ નજીકથી નીકળેલ ટ્રક ટેલર નંબર જીજે ૦૩ એટી ૦૨૫૭ ને અટકાવીને તેને ચેક કરતા તેમાં ઈમ્પોર્ટેડ કોલ ભરેલો હોય અને તેના પાસ પરમીટ આધાર ન હોય હાલ તે વાહનને પોલીસ હેડકટર ખાતે મુકવામાં આવેલ છે.અને તેના ચાલક લખન હરીશંકર ચૌહાણ રહે.મધ્યપ્રદેશ તથા માલિક સુમિત મૈયાભાઈ આહીર રહે.સોનગઢ માળીયા મીંયાણા જી.મોરબીને નોટિસ આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News