વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ટંકારા, હળવદ અને મોરબી પંથકમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડ: 262 બોટલ દારૂ ઝડપાયો


SHARE







ટંકારા, હળવદ અને મોરબી પંથકમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડ: 262 બોટલ દારૂ ઝડપાયો

ટંકારાના વીરપર અને લજાઈ ગામ પાસે, હળવદ શહેરમાં જુદીજુદી બે જગ્યાએ અને મોરબીમાં એક જગ્યાએ વિદેશી દારૂની કુલ મળીને 5 રેડ કરી હતી જેમાં કુલ મળીને 262 દારૂની બોટલોને કબ્જે કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના વીરપર ગામે મેલડી માતાજીના મંદિર પાસે રહેતા મેરૂભાઈ ઉઘરેજાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની 140 બોટલ મળી આવતા પોલીસે 29 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેરૂભાઈ બચુભાઈ ઉઘરેજા રહે. વીરપર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે 

ટંકારાના લજાઈ ગામથી ઘૂનડા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર તળાવની પાળની બાજુમાં આવેલ ચંદ્રસિંહ ઝાલાની વાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 103 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 27,670 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે. લજાઈ વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

હળવદમાં વજેરીવાસની શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 7 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 875 ની કિંમતનો  દારૂ અને 12 બિયરના ટીઆમ કુલ મળીને 2375 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી માનવભાઈ અશોકભાઈ મિયાત્રા (23) રહે. સરા નાકા જયપાન સામે હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે ટીકર જવાના રસ્તા ઉપર અજીતગઢ ગામ પાસેથી પસાર થઈ રહેલ કારને રોકોને ચેક કરી હતી ત્યારે કારમાં બેઠેલા શખ્સ પાસેથી દારૂની નાની 4 બોટલ મળી હતી જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતનો દારૂ તથા કાર નંબર જીજે 36 એએફ 9407 ને કબજે કરેલ છે અને આરોપી જયદીપભાઇ હરિભાઈ ડાંગર (36) રહે. અજીતગઢ તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લાતી પ્લોટ શેરી નં. 2 માં મુનનગર ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની કુલ 8 નાની બોટલો મળી આવી હોય પોલીસે 2190 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કૈલાશભાઈ દેવરાજભાઈ દેત્રોજા (48) રહે. નવા બસ સ્ટેશન પાછળ યદુનંદન-22 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલો તેણે રમીઝભાઇ નુરખાન સીપાઇ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News