ટંકારા, હળવદ અને મોરબી પંથકમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડ: 262 બોટલ દારૂ ઝડપાયો
મોરબીમાં આઈપીએલની મેચ ઉપર સટો રમતા એક પકડાયો બેની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 અને માળીયામાં જુગાર રમતા 2 શખ્સ પકડાયા
SHARE
મોરબીમાં આઈપીએલની મેચ ઉપર સટો રમતા એક પકડાયો બેની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 અને માળીયામાં જુગાર રમતા 2 શખ્સ પકડાયા
મોરબીના નવા ડેલા રોડ પાનની દુકાન પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા એક શખ્સને 9500 ના મુદામાલ સાથે પકડવામાં આવેલ છે જયારે ચંદ્રપુર ગામની સીમમાં વાડીના શેઢા જુગાર રમતા 5 શખ્સોને પકડવામાં આવેલ છે અને માળીયામાં ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સોને પકડવામાં આવેલ છે આમ જુગારના 3 કેસ શોધી કાઢીને પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ અશોક પાન પાસે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા હોવાનું અને સોદા લખાવતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અસગરભાઇ અબ્દુલભાઇ ચાનીયા (49) રહે. કબીર ટેકરી મોરબી વાળો ગુજરાત ટાઈમ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોર ટીમ વચ્ચે ચાલતી મેચમાં રનફેરના જુગારના સોદા કાનજીભાઈ કોટેચા રહે. વાઘપરા મોરબી વાળાના કહેવાથી મોબાઈલ નંબર 8511265759 વાળા સાથે ફોન ઉપર લખાવીને જુગાર રમતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે 4500 રૂપિયાની રોકડ તથા 5000 રૂપિયાની કિંમતનો મોબાઈલ આમ કુલ મળીને 9,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીને પકડવામાં આવેલ છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં જુનેજ અમીનભાઈની વાડીના શેઢા પાસે જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અજમલભાઈ મામદભાઈ પીંડાર (21), રફીકભાઈ ઉસ્માનભાઈ બાદી (30), મયુદ્દીનભાઈ અબ્દુલભાઈ પિંડાર (32), જુનેજભાઈ અમીભાઈ પિંડાર (32) અને ઈસ્માઈલભાઈ અલીભાઈ કડીવાર (46) રહે. બધા ચંદ્રપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે પાંચેય શખ્સોની 14,100 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણામાં સરકારી હોસ્પિટલ પાસે રસ્તા ઉપર ચલણી નોટના નંબર આધારે જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈકબાલભાઈ હારુનભાઈ કટિયા (50) રહે. કોળી વાસ માળીયા મીયાણા તથા શીવાભાઈ સુરજભાઈ પરસુંડા (25) રહે. વાડા વિસ્તાર માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવેલ છે જેથી પોલીસે 700 ની રોકડ સાથે બંનેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.