મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર ચોકડી નજીક ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં રવાપર ચોકડી નજીક ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ સાથે આરોપીની ધરપકડ

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર નશાકારક દ્રવ્યોનું વેચાણ બેફામ રીતે થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ શારદા સોસાયટીના નાકે કોહિનૂર શોપિંગ સેન્ટરમાં આવેલ ગોડાઉનમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 4,000 ની કિંમતની ગોગો સ્ટિક કબજે કરી હતી અને દુકાનદાર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રવાપર ચોકડી પાસે આવેલ સારદા સોસાયટીના નાકા પાસે કોહીનુર શોપિંગ સેન્ટરમાં આવેલ ગોડાઉનની અંદર ગોગો સ્ટિક રાખીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાન કરાવ્યું હતું જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીકનું વેચાણ કરવામાં આવતું હોય પોલીસે ગોડાઉનમાંથી ગોગો સ્ટીકના 10 બોક્સ જેની કિંમત 4,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી મોહસીન ઉમેદભાઈ વલીયાણી (36) રહે. શારદા સોસાયટી કોહીનુ શોપિંગ સેન્ટરની બાજુમાં મોરબી વાળાને પકડીને તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News