મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરી


SHARE







મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરી

મોરબીના જૂની પીપળી ગામે ઢોર બાંધવાના વાડામાંથી એક ભેંસ અને બે પાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં માલધારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 1.10 લાખની કિંમતના 3 અબોલ જીવની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના જુના પીપળી ગામે રહેતા મહેશભાઈ નાજાભાઇ મુંધવા (39)હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 24/4 ના રાત્રિના 10:30 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ઘર પાસે ઢોર બાંધવાના વાડામાંથી એક ભેંસ અને બે પાડીની ચોરી કરવામાં આવેલ છે આમ 1.10 લાખ રૂપિયાની કિંમતના અબોલ જીવની ચોરી થઈ હોવાની માલધારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News