વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ


SHARE











મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ કારખાનામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો અને ફાયરની ટીમે કારખાનામાં લાગેલી આગને કાબુમાં લીધી ત્યાં સુધીમાં કારખાનામાં પડેલ માલ સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આ બનાવમાં સદ્નસીબે કોઈ જાનહાની થયેલ નથી

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે ટી પ્લસ સર્જીકલ્સ નામના કારખાનાની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. અને ફાયર વિભાગની ટીમ દ્વારા મીની ફાઈટર અને વોટર બ્રાઉઝરથી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને કારખાનામાં લાગેલી આગ સો ટકા કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનાની અંદર રાખવામાં આવેલ તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો જેથી કારખાનેદારને મોટું નુકસાન થયું હશે. જો કે, કયા કારણોસર કારખાનામાં આગ લાગી હતી તે અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી અને આગ લાગવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી તેવું ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News