વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક બોલેરોને ટ્રક ચાલકે ટક્કર મારતા યુવાનને પગમાં ફ્રેકચર


SHARE











મોરબી નજીક બોલેરોને ટ્રક ચાલકે ટક્કર મારતા યુવાનને પગમાં ફ્રેકચર

મોરબીના ઊંચી માંડલથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર કારખાનાની સામેના ભાગમાં બોલેરો ગાડીને ટ્રક ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં બોલેરો ગાડીને ચાલકને પગમાં ઘૂંટણના ભાગે ફેક્ર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે બોલેરો ગાડીને ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ જોડીયા તાલુકાના રસનાળ ગામના રહેવાસી અને હાલ મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા રમેશભાઈ અમરશીભાઈ વરસડા (50)મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર એમએચ 18 બીએ 5566 ના ચાલક ક્રિષ્ના પાપાલાલ પવાર રહે. હિવરખેડા મહારાષ્ટ્ર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઊંચી માંડલ ગામથી તળાવિયા સનાળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાના સામેથી તેઓ કોનોર ગ્રેનાઈટો કારખાનાની બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 9153 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓની બોલેરો ગાડીને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને જમણા પગના ઘૂંટણમાં બે ફ્રેક્ચર થયા હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃધ્ધ સારવારમાં

જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા કરસનભાઈ માલાભાઈ ચાવડીયા (65) નામના વૃદ્ધને ઘરે પુત્ર અને પુત્રવધુએ માર માર્યો તો જેથી જા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના લીંબડાના ઢાળ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પંકજભાઈ ભરતભાઈ પારઘી (34) રહે. વાંકાનેર તથા અજય પ્રકાશ મૌર્ય (19) રહે. વાંકાનેર વાળાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News