મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લામાં મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત 20 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો તેમજ જેમના પુસ્તકો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે એવા કવિ લેખકોના સન્માનનો કાર્યક્રમ કોમનમેન ફાઉન્ડેશન દ્વારા અત્રેના સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે યોજાઈ ગયો હતો

કાર્યક્રમમાં પી.જી.પટેલ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટની ટીમ દ્વારા શ્રુતલેખનનું આયોજન કરવા આવ્યું હતું જેમાં 100 જેટલા લોકોએ ભાગ લીધો હતો. શ્રુતલેખનના નિયમોની સમજ રાજેશભાઈ મોકાસણા શિક્ષક ઘુનડા (સ.) શાળાએ આપી હતી. શ્રુતલેખન મનનભાઈ બુદ્ધદેવે કરાવ્યું હતું શ્રુતલેખન બાદ ચકાસણીનું કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિશાલ ભાદાણી, ડો.નિશિથ પટેલ અને ડો.સતીષ પટેલના વરદ હસ્તે મગનભાઈ જાકાસણીયા, પ્રેમજીભાઈ વડાવીયા, અબ્દુલભાઈ શેરસિયા, ડો.હજીભાઈ બાદી, દિનેશભાઈ વડસોલા, કમલેશભાઈ  દલસાણીયા, જીવતીબેન બચુભાઈ પીપલિયા, દિનેશકુમાર ભેંસદડિયા, પ્રવિણકુમાર પટેલ, અંજનાબેન ફટાણિયા, શૈલેષકુમાર કાલરિયા, જીતેન્દ્ર પાંચોટિયા, હર્ષદકુમાર પટેલ, રમેશચંદ્ર પટેલ, વિજયકુમાર દલસાણિયા, ધનજીભાઈ ચાવડા, મહમદહુસેન કડીવાર મહેશગર ગૌસ્વામી, ઊર્મિલા આસર, અશોકભાઈ કાંજીયા, જિતેન્દ્ર પટેલ, સંજય બાપોદરિયા, પ્રકાશભાઈ કુબાવત વગેરેનું સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી સાલ ઓઢાડી, પુસ્તક દ્વારા અદકેરું સન્માન કરાયું હતું.

ત્યારબાદ કેળવણી કાર વિશાલભાઈ ભાદાણીએ પોતાની આગવી શૈલીમાં પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા અને આગામી શિક્ષણ વ્યવસ્થાના પડકારો, ઉકેલ વિશે વિસ્તૃત રીતે છણાવટ કરી ઉપસ્થિત સૌ શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કરી દીધાં હતા ત્યાર બાદ તેઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં ગુજરાતી જોડણીનું મહત્વ સમજાવતા શ્રુતલેખન પરિણામ જાહેર સંજયભાઈ બાપોદરિયાએ કર્યું હતું અને પ્રથમ ડો.હજીભાઈ બાદી, દ્વિતીય મીરાંબેન ખારેચા, તૃતીય સોનલબેન દેથરીયા, ચતૃથ પુનિતભાઈ વાંસદડીયા, પાંચમા ક્રમે નરશીભાઈ અંદરપાના નામની જાહેરાત કરી હતી આ વિજેતાઓનું પુસ્તકો આપીને સન્માન કર્યું હતું. અને અંતમાં કોમનમેન ફાઉન્ડેશના પ્રમુખ ડો.સતીષ પટેલે ઋણ સ્વીકાર કર્યો હતો અને પ્રાસંગોચિત વાત પોતાની આગવી શૈલીમાં રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અને મનહરભાઈ સુદ્રાએ કર્યું હતું




Latest News