ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ


SHARE







































મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ

મોરબીના સોઓરડી વિસ્તારમાં ત્રિમંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને સમાજમાં બદનામ કરવા માટે તે દારૂ વેચતો હોવાની ખોટી વાતો એક શખ્સ દ્વારા કરવામાં આવતી હતી જેથી યુવાને તેની સાથે જવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ઝાપટો મારી હતી અને નળિયાના ટુકડા વડે માથામાં મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે પક્ષેથી પણ મારામારીના આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ લઈ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ ચામુંડાનગર શેરી નં.1 માં રહેતા મગનભાઈ નાનજીભાઈ સોલંકી (42)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ જેઠાભાઇ ચાવડા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ મજૂરી કામ કરતા હોવા છતાં આરોપી ફરિયાદીને સમાજમાં બદનામ કરવા માટે દારૂ વેચતા હોવાની ખોટી વાતો કરી હતી અને પોતાની સાથે આવવાનું કહ્યું હતું જેથી ફરિયાદીએ કહ્યું હતું કે “તું મને બધી જગ્યાએ ખોટી વાત કરીને બદનામ કરે છે જેથી મારે તારી સાથે આવું નથી” તેવું કહેતા આરોપીને તે સારું લાગ્યું ન હતું અને તેને ફરિયાદીને જાહેરમાં ગાળો આપીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને નળિયાનો ટુકડો ઉપાડીને ફરિયાદીને માથાના ભાગે મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રામાપીરના મંદિર સામે રહેતા રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (44)એ મગનભાઈ નાનજીભાઈ સોલંકી તથા જયુ ગૌતમભાઈ સોલંકી રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સમાજ સેવાનું કામ કરે છે અને સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ લેવા સમાજને માહિતગાર કરે છે જો કે, આરોપી જયુ સોલંકીના પિતા રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે જેથી બંને આરોપીઓને તે સારું નહીં લગતા તેનો ખાર રાખીને ફરિયાદીને જેમ ફાવે તેમ જાહેરમાં ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને પગના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
















Latest News