મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ


SHARE







હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ

હળવદ પોલીસે દારૂના ગુનામાં પકડેલા શખ્સને માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ જમાદાર દ્વારા જેમ ફાવે તેમ કહેવામાં આવ્યું હતું જે બાબતે દારૂમાં પકડાયેલા શખ્સના કૌટુંબિક કાકાને પોલીસ જમાદાર સાથે સંબંધ હોય તેઓને કહ્યું હતું જેથી પોલીસ જમાદારે હળવદ પોલીસ લાઈન ખાતે તેઓના ઘરે યુવાનને સમાધાન માટે બોલાવ્તો હતો અને ત્યારબાદ સમાધાન કરવા માટે ગયેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિ ઉપર અન્ય ચાર શખ્સોને બોલાવીને છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ચરડવા ગામે કે.ટી. મિલ વિસ્તારમાં રહેતા સદામભાઈ ગુલમામદભાઈ ભટ્ટી (30) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જમાદાર વિજયભાઈ છાસિયા, વિજયભાઈ છાસિયાના પત્ની રહે. બંને પોલીસ લાઈન હળવદ, સમીર રફિકભાઈ જામ, ઉમરભાઈ કાસમભાઇ મીયાણા, સબીરભાઈ નૂરમામદભાઈ મીયાણા અને સીદીકભાઈ શેરમામદ જામ રહે. ચારેય માર્કેટયાર્ડ જીઆઇડીસી પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ પોલીસે ફરિયાદીના કૌટુંબીક ભત્રીજાને દારૂના ગુનામાં પકડ્યો હતો અને તેને માળિયા ખાતે ફરજ બજાવતા પોલીસ જમાદાર વિજયભાઈ છાસિયા દ્વારા જેમ ફાવે તેમ કહેવામાં આવ્યું હતું જે બાબતે ફરિયાદીને વિજય છાસિયા સાથે સંબંધ હોય તેને ફોન ઉપર વાત કરી હતી અને ત્યારબાદ પોલીસ જમાદાર એ સમાધાન કરવા માટે થઈને ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા જેથી ફરિયાદી તેના બે મિત્રોને સાથે લઈને વિજય છાસિયાના ઘરે ગયો હતો.

ત્યારે જમાદારના પત્નીએ કોઈને ફોન કરીને બોલાવ્યા હતા જેથી ફરિયાદી અને તેના મિત્રો ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે હળવદ પોલીસ લાઈનના ગ્રાઉન્ડમાં આરોપીઓએ ગેરકાયદે મંડળી કરીને છરી અને ધોકા જેવા હથિયાર ધારણ કરીને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો ત્યારે સમીરે ફરિયાદીને છરી વડે ડાબા હાથે તથા જમણા પગના સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા તેમજ સાહેદ રેહાન સોહિલખાન પઠાણને છરી વડે હાથમાં ઇજા કરી હતી અને સમીરની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એજે 0820 ને ફરિયાદીની ગાડી નંબર જીજે 36 બીવી ,200 ની પાછળના ભાગમાં ભટકાડી વાહનમાં 25,000 નું નુકસાન કર્યું છે અને પોલીસ જમાદાર વિજય છાસિયાએ ફરિયાદીના ઘરે જઈને તેના માતા અને પત્નીને ગાળો આપી હતી અને ફરિયાદીને ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા સમીર રફિકભાઈ જામ (17)એ સદામભાઈ મિયાણા રહે. ચરાડવા તથા બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે હળવદ પોલીસ લાઈનના ગ્રાઉન્ડમાં આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને બેબીસ ગાળો આપી હતી અને ત્રણ પૈકીના એક શખ્સ પાસે છરી હતી જે લઈને ફરિયાદીને મારવા માટે આરોપી દોડી આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને સ્વિફ્ટ ગાડી માં આરોપીએ તેની થાર ગાડી અથડાવી. હતી જેથી ફરિયાદીની ગાડીમાં 50 હજાર રૂપિયાનું નુકસાન કર્યું છે જેથી કરીને હાલમાં સમીર જામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News