મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે


SHARE







મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે

 

સમગ્ર મોરબી પંથક માં આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન  એવા મોરબી ના નવલખી રોડ પર  રેલ્વે સ્ટેશન ની બાજુમા આવેલા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજીત  નવમો સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન નું આયોજન તા 27 / 4 / 2026 સોમવારે  બહુચર પાર્ટી પ્લોટ. રોકડીયા હનુમાન મંદિર બાજુમા નવલખી રોડ મોરબી ખાતે કરાયું છે.

આ સમુહ લગ્ન મા સર્વ જ્ઞાતિ ની 21 દિકરીઓ પ્રભુતા માં પગલા માંડશે.દિકરીઓ ને કરીયાવર માં શ્રી ધક્કાવાળી મંદિર અને  દાતા ઓના સહયોગથી  સોના -ચાંદીના દાગીના સહિત 100 થી વધુ ગૃહ ઉપયોગી ચીજ વસ્તુ ઓ ભેટ આપવામા આવશે આ સમુહ લગ્ન ની વિધી આચાર્ય. શાસ્ત્રી મુકેશભાઈ જોષી  કરાવશે સમુહ લગ્ન મા સંતો મહંતો ના આશીર્વચન સાંજે 7 વાગે  હસ્ત મેળાપ સાંજે  7 / 45  કલાકે તેમજ મહાપ્રસાદ સાંજે 7 વાગે આ સમુહ મા સંતો મહંતો, રાજકીય.સામાજીક.શહેર અગ્રણીઓ.વિવિધ સમાજ ને સંગઠનો. સંસ્થાઓ ના આગેવાનો. રેલવે અધિકારીઓ મહીલા સંગઠન ના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમુહ લગ્ન ને સફળ આયોજન મા મંદિર ના ટ્રસ્ટી ઓ સેવાભાવી ભક્તો સેવાભાવી મહીલા સંસ્થાઓ સહયોગ આપી રહ્યા છે ઉલ્લેખનિય છે કે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર એ આવતુ દાન મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માં વપરાય છે જેમા દર વર્ષ એ સમુહ લગ્ન.નવરાત્રી મહોત્સવ.સાર્વજનિક દવાખાનુ ગાયો ને ઘાસ ચારો શહેર ની વિવિધ સરકારી સ્કૂલો માં વિધાર્થીઓને ચોપડા નોટબુક વિના મૂલ્યે વિતરણ સહીતની સેવાકીય પ્રવૃત્તિઓ કરી ભકતોએ આપેલ દાન યોગ્ય જગ્યા એ વપરાય છે.




Latest News