મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો


SHARE











મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો

મોરબીમાં વજેપરના ઝાપા પાસે સીએનજી રીક્ષામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 576 બોટલ સાથે એક શખ્સ પકડાયો છે જયારે અવની રોડ ઉપર આવેલ અવની પાર્ક સોસાયટીના ગેટ પાસેથી પોલીસે દારૂની 43 બોટલ કબ્જે કરેલ છે જો કે, આરોપી પકડાયેલ નથી અને મંગલભુવન રોડ ઉપર મોબાઇલની દુકાનની પાછળથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયેલ છે. જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વજેપર ગામના ઝાપા પાસેથી પસાર થઈ રહેલી સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0687 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની 576 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,28,160 ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ રીક્ષા મળીને 1,78,160 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી મંજૂરહુસેન ઇસ્માઈલભાઈ જિંદાણી (28) રહે. સિપાઈવાસ માતમ ચોક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોહિત જીવણદાસ દુધરેજીયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

43 બોટલ દારૂ ઝડપાયો

મોરબીના અવની રોડ ઉપર આવેલ અવની પાર્ક સોસાયટીના ગેટ પાસેથી સ્કૂટર નંબર જીજે 27 એફઈ 2124 ને પોલીસે ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી દારૂની નાની 43 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 10,750 ની કિંમતનો દારૂનો જથ્થો, 50000 રૂપિયાની કિંમતનું વાહન અને 5000 રૂપિયાની કિંમતનો 1 મોબાઇલ ફોન કરીને 65,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનીષ ઉર્ફે પેંગો જયકિશનભાઇ અનાવડીયા રહે. અવની ચોકડી દુકાનમાં મૂળ રહે સુરેન્દ્રનગર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીમાં મંગલભુવન રોડ કબ્રસ્તાન સામે આવેલ શ્રીરામ મોબાઈલની પાછળના ભાગમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ સાથે બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે જીતેન્દ્રભાઈ રાજુભાઈ દુધરેજીયા (30) રહે. રણછોડનગર શેરી નં.3 મોરબી તથા ચેતનભાઇ હસમુખભાઈ પરમાર (29) રહે. વાવડી રોડ ઉમિયા પાર્ક ગ્રાઉન્ડ સામે મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News