મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત


SHARE







મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનમાં બીજા માળે સફાઈ કામ કરતા સમયે દીવાલમાં લાગેલા ઈલેક્ટ્રીક બોર્ડમાંથી મહિલાને કોઈ કારણોસર શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરીને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાહની પાછળના ભાગમાં રહેતા રહેમતબેન ઈસ્માઈલભાઈ જેડા (52) નામના મહિલા લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સમસાન ખાતે કચરા પોતાનું સફાઈ કામ કરવા માટે ગયા હતા ત્યારે બીજા માળે કામ કરતા હતા દરમ્યાન ત્યાં દિવાલમાં લાગેલા ઈલેક્ટ્રીક બોર્ડમાં કોઈ કારણોસર અડી જતા તેઓને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તેઓને 108 મારફતે તાત્કાલિક તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના દિકરા સિકંદરભાઈ ઈસ્માઈલભાઈ જેડા (28) રહે. લીલાપર રોડ હોવાથી દરગાહ પાછળ મોરબી વાળાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News