હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો


SHARE







આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

હળવદના મયાપુર ગામે આધેડની માલિકીની વાડીમાં આવીને છ જેટલા શખ્સોએ “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહીને આધેડની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો તેમજ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જે બનાવમાં આધેડ સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોય તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

હળવદના મયાપુર ગામે રહેતા બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને તેની સાથે આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મયાપુર ગામની સીમમાં ફરિયાદીની ગામોટિયું નામની વાડી આવેલી છે અને તે વાડીએ આરોપીઓ આવ્યા હતા અને “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને દિલીપભાઈ તથા મુન્નાભાઈએ ફરિયાદી તથા તેના પત્ની રમીલાબેનને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ અજાણ્યા ચાર શખ્સોએ બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી કરીને ઈજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, ફરિયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન છે અને તેના પિતા ભૂદરભાઈ કંઝારીયાએ આ જમીને વેંચી નાખી હતી જે બાબતે હળવદની કોર્ટમાં હાલમાં પણ ફરિયાદીના પિતાની સામે જ કેસ ચાલી રહ્યો છે તેવામાં આરોપીઓ જમીનનો કબ્જો લેવા માટે આવ્યા હતા અને વર્ષોથી ખેતીની જમીનમાં વાવણી કરતાં આધેડ અને તેના પત્નીને મારમાર્યો હતો.

વરલી જુગાર

મોરબીમાં વરિયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કલ્પેશભાઈ દિનેશભાઈ મજેઠીયા (26) રહે. સોઓરડી શેરી નં-6 વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 1,000 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો થયો છે




Latest News