હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત


SHARE









માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત

મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ પર આવેલ વડવાળા હોટલ પાસે ટ્રકની કેબીનમાં ડ્રાઇવર અને ક્લીનર બંને સુતા હતા અને બીજા દિવસે સવારે જગાડવા છતાં ક્લીનર નહીં ઉઠતા તેને તાત્કાલિક માળીયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેકથી યુવાનનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ પંજાબના ગરીયાલાના રહેવાસી લખબીરસિંહ જાંગીરસિંહ (48) મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ વડવાળા હોટલ સામે ટ્રક નંબર જીજે 12 બીવી 6756 ઉભો રાખીને ટ્રકમાં તેઓ તથા તેના ડ્રાઇવર શ્રણસિંગ જુવારસિંગ (36) રહે. મુળ પંજાબ વાળા સુતા હતા દરમિયાન બીજા દિવસે સવારે લખબીરસિંહને ઉઠાડવા છતાં તે ન ઉઠતાં તેને તાત્કાલિક સારવાર માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને યુવાનનું મોત હાર્ટ ટેકથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય જે અંગેની માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News