મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત


SHARE







હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત

હળવદના ચરડવા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી સગીરા મોડી રાત સુધી મોબાઈલ ફોન જોતી હતી જેથી તે સગીરાને તેના ભાઈએ મોબાઈલ ફોન જોવા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે સગીરાને લાગી આવતા તેણે પોતાની જાતે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબી સુધી લાવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે સગીરાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરડવા ગામે પંકજભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા પ્રતાપસિંગ નવલસિંહ ચૌહાણ (44)ની દીકરી સીમાબેન પ્રતાપસિંહ ચૌહાણ (17)તા. 5/4 ના રોજ વાડીએ હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તે સગીરાને ઝેરી અસર થઈ હોવાના કારણે પ્રથમ સારવાર માટે ચરડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તે સગીરાનુ મોત નીપજયું છે આ બનાવની મૃતક સગીરાના પિતા પ્રતાપસિંહ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરા મોડી રાત સુધી મોબાઈલ જોતી હતી તે બાબતે સગીરાને તેના ભાઈ પવને ઠપકો આપ્યો હતો જે બાબતે સગીરાને લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે સગીરાનું મોત નિપજ્યું છે.

મારા મારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તરુણ હિતેશભાઈ ચૌહાણ (20) રહે. મોચી શેરી મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News