મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી હળવદ રોડ ઉપર કારમાં દારૂની મહેફિલ કરતાં આપના બે આગેવાન દારૂની બેટલો સાથે પકડાયા


SHARE







મોરબી હળવદ રોડ ઉપર કારમાં દારૂની મહેફિલ કરતાં આપના બે આગેવાન દારૂની બેટલો સાથે પકડાયા

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર અને શિરોઈ ગામ નજીકના પુલ પાસે કારમાં દારૂની મહેફિલ માણતા આમ આદમી પાર્ટીના સ્થાનિક અને દિલ્હીના આગેવાન મળી આવ્યા હતા અને કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી હતી જેથી પોલીસે દારૂની બોટલો, મોબાઈલ ફોન અને કાર મળીને કુલ 3.22 લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો અને હાલમાં બંને આગેવાન સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર મોરબી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન હળવદ પોલીસની ટીમ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે શિરોઈ ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદીના પુલ પાસે કારમાં દારૂની બોટલો સાથે દારૂની મહેફિલ કરતા આમ આદમી પાર્ટીના સ્થાનિક અને દિલ્હીના આગેવાન મળી આવ્યા હતા જેથી પોલીસ દ્વારા હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા રહે. રુદ્ર પાર્ક- 1 હળવદ (આમ આદમી પાર્ટીના ચરાડવા જિલ્લા પંચાયત બેઠકના પ્રભારી) તથા વિકાસકુમાર વિજયકુમાર રહે. દિલ્હી, (દિલ્હી આમ આદમી પાર્ટીના કાર્યકર તેમજ હળવદ ધાંગધ્રા વિધાનસભા વિસ્તાર આમ આદમી પાર્ટીના પ્રભારી) બંને દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને તેઓની ગાડીમાંથી દારૂની બે બોટલો પણ મળી આવી હતી જેથી કરીને 2000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ, 20,000 રૂપિયાની કિંમતના 3 મોબાઇલ ફોન અને 3 લાખ રૂપિયાની કિંમતની કાર નંબર જીજે 13 એએચ 2321 આમ કુલ મળીને 3.22 લાખના મુદ્દામાલ સાથે પોલીસે બંને આગેવાનને પકડીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News