મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા


SHARE











મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી ગેસની સપ્લાઈ કરવામાં આવે તો જ અહીના ઉદ્યોગકારોના કારખાના ફરી પાછા શરૂ થઈ શકે તેમ છે જેથી કરીને ગુજરાત ગેસ કંપનીના અધિકારી સાથે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનોની તાજેતરમાં એક મહત્વ પૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા બાબતે સહમતિ સધાઈ છે તેવી માહિતી સિરામિક એસો.ના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે.

 

ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા મેડમ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, માજી પ્રમુખ નિલેષ જેતપરીયા, પરેશભાઈ કુંડારીયા, ગૌતમભાઈ કાંજીયા સહિતના હોદ્દેદારોની હાજરીમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં આવનારા સમયમાં સિરામિક ઉદ્યોગને ફરીથી ધમધમતો કરવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને એક જ ભાવથી સસ્તો ગેસ આપવા માટેની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા બાબતે સહમતિ સધાઈ છે આ મહત્વપૂર્ણ નિર્ણય માટે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસો. વતી શ્રીમતી અવંતિકા મેડમ તથા ગુજરાત ગેસ લિમિટેડના તમામ ઉચ્ચ અધિકારીઓનો આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News