ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં


SHARE







































મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારી બાઇકને કારના ચાલકે હડફેટે લીધું હતું.આ ઘટનામાં પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચાવડા (૩૩) રહે.મેઘાણીની વાડી ગોકુલનગર વિસ્તાર મોરબી તથા ધનજીભાઈ રણછોડભાઈ પરમાર (૪૪) રહે.બોરીયાપાટી પ્રાથમિક શાળા પાસે મોરબીને ઇજા થતાં બંનેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના માળીયા તાલુકાના મોટી બરાર ગામેથી રામગઢ બાજુ બાઈકમાં બેસીને જતા સમયે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જતા અનસોયાબેન પ્રભાતભાઈ ચાવડા (૫૪) રહે.જશાપર તા.માળીયા મીંયાણા મોરબીને ઇજા થતા અહીંની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

પુત્રએ માર મારતા સારવારમાં

મોરબીના માળિયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જીવણભાઈ વાઘાભાઈ સોમાણી નામના ૮૫ વર્ષના વૃદ્ધને તેના પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામેલ જીવણભાઈને સારવાર માટે અહિંનૂ સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મીંયાણા પાસે નદીના પુલની ગોળાઈ નજીક કાર હડફેટે ઈજા થતા ઈશ્વરભાઈ સાદુરભાઈ કોળી (૫૯) રહે.લાખાપર કચ્છ ને ઈજા થયેલ હોય અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના જુના અમરાપર ગામે પાડોશી સાથે થયેલ બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજા પામેલા વનિતાબેન ભરતભાઈ જામકિયા નામના ૩૦ વર્ષના મહિલાને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના લગધીરગઢ રોડ ઉપર આવેલ જય બાલાજી પોલિપેક નજીક રહેતા રાણીબેન રાજેશભાઈ (ઉંમર વર્ષ ૪૩) નામના મહિલાએ કોઈ કારણસર પંખા સાથે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતા તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બનાવની હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી અને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરાઈ હતી.
















Latest News