હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ભરાતી બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ થયેલ હોય ભોગ બનેલ સગીરાના પરિવારે પોલીસમાં જાણ કરતાં પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મૂળ માળિયા મિંયાણાના સરવડ ગામના અને હાલ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કામ સબબ મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસે ભરાતી બુધવારી બજારમાં ગઇ હતી. ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ તે સગીરાનું ગત તા.૧૧-૩-૨૬ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયેલ છે.ઘરમેળે સગીરાની શોધખોળ કરવા છતાં તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઈસમની સામે ગુનો દાખલ કર્યો છે.જેની આગળની તપાસ પીએસઆઇ વિ.એલ. વાઘેલા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી-કચ્છ હાઇવે ઉપરના સુરજબારી પુલ ખાતે છોટા હાથી પલ્ટી મારી ગયું હતું.જે બનાવમાં શક્તિસિંહ જોરૂભા જાડેજા (૩૩) રહે.તલવાણા તા.માંડવી જી.કચ્છને ઇજા થતા અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા બનાવને પગલે સ્ટાફના ભગવાનભાઈ ખટાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર રહેતો જયદીપ મેરૂભાઈ ભરવાડ નામનો ૧૫ વર્ષનો યુવાન ઘર નજીક પડી ગયેલ હોય તેને ઈજા થઈ હતી.જેથી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

બાળક-યુવાન સારવારમાં

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા પરિવારનો ફૈઝલ ઈસ્માઈલભાઈ પઠાણ નામનો બે વર્ષનો બાળક ઘરે રમતા રમતા ભૂલથી ટર્પેન્ટાઇન પી ગયો હતો.જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે. જ્યારે મોરબીની અણીયારી ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનવામાં ઇજા પામેલ મોહમ્મદભાઈ આદમભાઈ કારેલી (૨૭) રહે.ખીરઇ તા.માળીયા(મિં.) ને જેતપર સીએચસી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

દવા પી લેતા સારવારમાં

માળીયા મિંયાણા ખાતે રહેતો મોહસીનભાઈ હસનભાઈ મોવર નામનો ૨૨ વર્ષનો યુવાન માળીયા મિંયાણા ખાતે સિરાજભાઈની દુકાન નજીક કોઈ કારણોસર દવા પી ગયો હતો જેથી તેને અર્ધ બેભાન હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના બી.આર. ખટાણાએ પ્રાથમિક તપાસ કરી હતી અને વધુ તપાસ માટે માળિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે માળિયા મિંયાણાના ખાખરેચી ગામે રહેતા નરેન્દ્રભાઈ ચમનલાલ પરમાર નામના ૫૫ વર્ષના આધેડને તેઓના ઘરે ચક્કર આવી જતા પડી ગયા હતા અને માથામાં ઇજા પહોંચી હોય અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.




Latest News