મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે


SHARE











મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે

મોરબીમાં દર વર્ષે પરશુરામ જન્મ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 19 ને રવિવારે મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂદેવોને સહપરિવાર જોડાવા માટે આયોજકો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના વાઘપરા શેરી નંબર-14 માં આવેલ ગાયત્રી મંદિરથી આ શોભાયાત્રા તા 19 ના રોજ બપોરે 3:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને રામ ચોક, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ ચોક, નગર દરવાજા, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક, નવલખી રોડ થઈને આ શોભાયાત્રાને નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી તેમજ મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ અને વિજયભાઇ રાવલ સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે. 






Latest News