મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ વાંકાનેર તાલુકાનાએકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીનમંજૂર મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા !
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી


SHARE













મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી

મોરબીના સામાકાંઠે ઘૂંટુ ગામ પાસે ભંગારનો ડેલો ચલાવતા પરિવારનો યુવાન થોડા દિવસ પહેલા ગુમ થયો હતો.તે અંગે તેના પિતાએ પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે, રિયાઝ અલીમોહમ્મદ નામનો યુવાન ગુમ થયો છે.જે અંગે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી.જેની તપાસ નંદરામભાઈ મેસવાણીયા ચલાવી રહ્યા હતા.દરમિયાનમાં ગુમ થયેલ યુવાન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો અને નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં કામ ધંધો બરોબર ચાલતો ન હોય અને વેપારી અને સગા પાસેથી પૈસા લીધા હોય તે પરત દેવાના હોય તેનું ટેન્શન હતું.તેથી મોબાઈલ સ્વીચ ઓફ કરીને પોતે ઉત્તરપ્રદેશના બરેલી ખાતે ચાલ્યો ગયો હતો.અને પોતાના પિતાએ પોલીસમાં જાણ કરી હોવાની વાત મળતા પોતે પરત આવ્યો હતો.હાલ યુવાન હેમખેમ મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

                  જ્યારે મોરબીના સામાકાંઠે ટીંબડી ખાતે રહેતા અને મૂળ ભાવનગરના ભરતનગરના રહેવાસી સુરેશભાઈ પ્રભુભાઈ કાનાણી (મારવાડી) એ થોડા દિવસ પહેલા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું હતું કે તેમનો દીકરો જનક સુરેશભાઈ મારવાડી(૧૯) રહે.હાલ ટીંબડી તા.મોરબી મૂળ રહે.ભાવનગર વાળો તા.૪-૪ ના રોજથી ગુમ થઈ ગયેલ છે.જે અંગે નોંધ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.દરમિયાનમાં સામે આવ્યું હતું કે ગુમ થયેલ જનક મારવાડી થોડો માનસિક અશ્વસ્થ હોય અને ઘરે કોઈને કંઈ કહ્યા વિના તે પોતાના ભાઈના ઘરે ભાવનગર ખાતે ચાલ્યો ગયો હતો.જો કે તે ફોન રાખતો ન હોય ગુમની જાણ પોલીસમાં કરવામાં આવી હતી અને બાદમાં યુવાન મળી ગયો હોવાની જાણ પણ પોલીસને કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

વાંકાનેરના મહીકા ગામે રહેતા લાલજીભાઈ મોહનભાઈ બાવળીયા નામના ૩૫ વર્ષના યુવાનને મહીકા ગામે સોહિલભાઈ નામના વ્યક્તિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો.જેથી હાથે-પગે ઇજા પામેલ હાલતમાં લાલજીભાઈને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી પોલીસ મથકના બી.બી.ડાભી દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વાંકાનેર મારામારી

વાંકાનેરની ભાટિયા સોસાયટી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં નીતાબેન મહેશભાઈ બાવરીયા (૩૬) અને સંજનાબેન મહેશભાઈ બાવરીયા (૨૧) ને શરીરે ઈજાઓ પહોંચી હતી.ગત તા.૫-૪ ના દશેક વાગ્યે ભાટિયા સોસાયટી વાંકાનેર ખાતે નિલેશભાઈ દ્વારા તે બંનેને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાની જાણ પોલીસમાં કરવામાં આવી હતી.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી આ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.






Latest News