મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ


SHARE







મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ

મોરબીની પેપર મિલોમાં મહિને જેટલું ઉત્પાદન કરવામાં આવે છે તેની સામે છેલ્લા એક માહિનામાં યુધ્ધની અસરના લીધે 45000 ટન ઉત્પાદન ઘટી ગયું છે અને પેપર વેસ્ટના ભાવમાં 25 ડોલરનો વધારો થતા મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર અંદાજે 36 કરોડથી વધનું ભારણ વધી ગયું છે

મોરબીની પેપર મિલોમાં દર મહિને સરેરાશ 1.56 લાખ ટન જેટલુ પેપર પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે જોકેછેલ્લા 40થી 45 દિવસથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે જુદા જુદા ઉદ્યોગોને તેની અસર થઈ છે ત્યરે મોરબીનો પેપરમીલ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી મોરબી પેપરમીલ એસો.ના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીમાં જેટલી પેપરમીલ આવેલી છે તેમાં મોટાભાગની પેપર મિલોની અંદર 60 થી 70 % જેટલું જ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું જેથી કુલ ઉત્પાદનમાં 30 ટકા જેટલો પ્રોડક્શન લોસ છે એટલે કે અંદાજે 45,000 ટન જેટલુ ઉત્પાદન ઘટી ગયું છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ઈરાન અને ઇઝરલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાર પહેલા મોરબીના પેપરમીલ માલિકો દ્વારા લોકલ વેસ્ટ પેપર અને ઇમ્પોર્ટ કરેલ વેસ્ટ પેપરનો ઉપયોગ કરીને માલનું ઉત્પાદન કરતા હતા જોકેજે વેસ્ટ પેપરને ઈમ્પોર્ટ કરવામાં આવતો હતો તે પેપરના ભાવમાં યુદ્ધના કારણે ટને 25 ડોલરનો વધારો થઈ ગયો છે જેથી કરીને મહિને મોરબીના પેપર મિલ ઉદ્યોગકારો ઉપર અંદાજે 36 કરોડનું ભારણ વધ્યું છે જેથી આગામી સમયમાં મોરબીના પેપરમીલ ઉદ્યોગના તૈયાર થતા માલ ઉપર તેનું ભારણ આવશે અને તૈયાર માલની ભાવ પણ વધશે.






Latest News